ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : 10 વર્ષની સગીરાએ દોઢ વર્ષની બાળકીને છઠ્ઠા માળેથી ફેંકી, આખી ઘટના CCTVમાં કેદ થઈ
Last Updated: 03:13 PM, 21 October 2026
ADVERTISEMENT
મુંબઈના ગોરેગાંવમાં દોઢ વર્ષની બાળકી છઠ્ઠા માળેથી પડીને મૃત્યુ પામવાના કેસમાં પોલીસે 7 દિવસ બાદ હત્યાની એફઆઈઆર નોંધાવી છે. બાળકીની માતાએ 10 વર્ષની પાડોશી બાળકી પર તેને નીચે ફેંકવાનો આરોપ લગાવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં એક સગીર છોકરી નાની બાળકીને ઉઠાવીને રેલિંગ પરથી ખુલ્લા ડક્ટમાં ધકેલતી દેખાઈ રહી છે. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગઈ હતી. સોસાયટીના લોકો ઘાયલ બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
Tragedy in Mumbai’s Goregaon East: An 18-month-old baby has died after allegedly being pushed into a building duct by a 10-year-old girl from the same residential complex. CCTV footage reportedly captured the girl lifting the toddler before the fall. https://t.co/3aXYU78isT
— Sonu Kanojia (@NNsonukanojia) October 15, 2026
ઘટના સમયે બિલાડી સાથે રમી રહી હતી બાળકી
ADVERTISEMENT
ઘટના ગોરેગાંવ ઈસ્ટની શિવશાહી બિલ્ડિંગમાં રાત્રે આશરે 9થી 9:30 વાગ્યાની વચ્ચે બની હતી. 18 મહિનાની દીકરી છઠ્ઠા માળે ઘરની બહાર કોમન કોરિડોરમાં એક બિલાડી સાથે રમી રહી હતી. થોડી વાર બાદ બાળકી દેખાઈ નહીં, તેથી માતાએ તેના 12 વર્ષના ભાઈને તેને શોધવા મોકલ્યો. ભાઈને બાળકી મળી નહીં. તેણે સીડીઓની ખુલ્લી ડક્ટમાં નીચે જોયું, જ્યાં તેને પોતાની બહેન જેવા કપડાં પહેરેલી બાળકી પડેલી દેખાઈ હતી.
પોલીસે શરૂઆતમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો
ADVERTISEMENT
પોલીસે શરૂઆતમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. કાયદા હેઠળ, સાત વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે, અને 7 થી 12 વર્ષની વયના બાળકોને ફક્ત ત્યારે જ બાકાત રાખવામાં આવ્યા છે . નિષ્ણાતોએ જણાવ્યું હતું કે છોકરીનું કાઉન્સેલિંગ અને પુનર્વસન થાય તે મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.