ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠાના વડાલીમાં પોલીસ સામે મહિલાઓનો વિરોધ, પ્રેમલગ્નની ફરિયાદમાં 22 દિવસથી કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ!
Last Updated: 03:18 PM, 21 October 2026
ADVERTISEMENT
સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રેમલગ્નને લઈને નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનો અને મહિલાઓએ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, ગત 29 સપ્ટેમ્બરના રોજ વાસણા ગામની એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ યુવતીના પરિવાર દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, ફરિયાદ નોંધાયાના 22 દિવસ બાદ પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT

પરિવારજનોના જણાવ્યા અનુસાર, યુવકના પરિવાર દ્વારા યુવતીના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે. આ મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતાં યુવતીની માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે મામલો વધુ ગંભીર બન્યો છે.
ADVERTISEMENT
વડાલી પોલીસ સ્ટેશનમાં મહિલાઓનો વિરોધ
પોલીસની કામગીરીથી નારાજ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનો ન્યાયની માગ સાથે વડાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં મહિલાઓએ રામધૂન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસની કામગીરી સામે 'હાય હાય'ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે યુવતીના પરિવારની ફરિયાદમાં પોલીસ દ્વારા વિલંબ કરવામાં આવ્યો છે, જ્યારે સામા પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે પોલીસની કામગીરીમાં અસમાનતા હોવાનો સવાલ પણ ગ્રામજનોએ ઉઠાવ્યો હતો.

ADVERTISEMENT
નિષ્પક્ષ તપાસ અને તાત્કાલિક કાર્યવાહીની માગ
સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસ તંત્ર સમક્ષ નિષ્પક્ષ તપાસ હાથ ધરવા અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ યુવતીના પરિવારને ન્યાય મળે અને પરિવારને કોઈ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઘાટલોડિયા-સોલા રોડ પર નશામાં ધૂત કારચાલકનો અકસ્માત, રોષે ભરાયેલા લોકોએ નબીરાને પકડી પોલીસને સોંપ્યો!
હાલ આ મામલે ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસનું સત્તાવાર નિવેદન અને તપાસની સ્થિતિ સ્પષ્ટ થવી બાકી છે. હવે વડાલી પોલીસ તંત્ર આ સમગ્ર પ્રકરણમાં કેવાં પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.