ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / લિસ્ટિંગ પહેલા જ Jio Platforms IPOએ તોડ્યા 3 રેકોર્ડ્સ, એક્સપર્ટે કહ્યું ''કરો સબ્સ્ક્રાઇબ''
Last Updated: 04:12 PM, 21 October 2026
ADVERTISEMENT
IPO News: જિયો પ્લેટફોર્મ્સ આઇપીઓએ તેના પહેલા દિવસે 3 મોટા રેકોર્ડ બનાવ્યા છે. ટેલિકોમ કંપનીનો આઇપીઓ 21 થી 23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. રોકાણકારો પાસે આજ પછી દાવ લગાવવા માટે વધુ બે દિવસ હશે. જીઓ પ્લેટફોર્મ્સ ગ્રે માર્કેટમાં પણ મજબૂત સ્થિતિમાં છે.
ADVERTISEMENT
QIB સેક્શન 10 દિવસમાં ભરાયો
પ્રથમ રેકોર્ડ: આ આઇપીઓ પહેલા દિવસે જ 100% સબ્સ્ક્રાઇબ થયો હતો. ક્યૂઆઇબી કેટેગરીમાં આઇપીઓને માત્ર 10 મિનિટમાં 100% થી વધુ બિડ મળી હતી. તે 30 મિનિટમાં બમણું સબ્સ્ક્રાઇબ થયું હતું.
ADVERTISEMENT
આઇપીઓ 100 મિનિટમાં 0.86% સબ્સ્ક્રાઇબ થયો હતો. ક્યૂઆઇબી શ્રેણી 1.86 ગણી ઓવરસબ્સ્ક્રાઇબ થઈ હતી.
એન્કર બુકને ₹2.5 લાખ કરોડની બિડ મળી
ADVERTISEMENT
બીજો રેકોર્ડ: એન્કર રોકાણકારોએ પણ જિયોના આઇપીઓમાં નોંધપાત્ર રસ દર્શાવ્યો. આ આઇપીઓને એન્કર ઇન્વેસ્ટર કેટેગરીમાં ₹2.5 લાખ કરોડની બિડ મળી, જે ભારતીય આઇપીઓના ઇતિહાસમાં સૌથી મોટી એન્કર ઇન્વેસ્ટર બિડ છે. એન્કર ઇન્વેસ્ટરનું કદ ₹8,110 કરોડ છે.
કુલ 212 એન્કર રોકાણકારોને ₹1,119 ના ઉપલા ભાવ બેન્ડ પર શેર જારી કરવામાં આવ્યા હતા. એલઆઇસી, બ્લૈકરોલ, સિંગાપુર જીઆઇસી, અબૂ ધાબી ઇનવેસ્ટમેટ ઓથોરિટી, બીએનપી પરિબસ, એલિયાંસ અને જેપી મોર્ગન જેવા એન્કર રોકાણકારોએ એન્કર બિડિંગમાં ભાગ લીધો હતો.
ADVERTISEMENT
એલઆઇસીને એન્કર ઇન્વેસ્ટરમાં સૌથી મોટો હિસ્સો મળ્યો. કંપનીએ LIC ને એન્કર ઇન્વેસ્ટર શેરનો 6.17 ટકા ઇશ્યૂ કર્યો.
સૌથી મોટો આઇપીઓ (Jio Platforms IPO Size)
ADVERTISEMENT
ત્રીજો રેકોર્ડ આઇપીઓના કદનો છે. જિયો પ્લેટફોર્મ્સનું આઇપીઓ કદ ₹30,213 કરોડ છે. આઇપીઓ સંપૂર્ણપણે ફ્રેશ શેર પર આધારિત છે. કંપની કુલ 27 કરોડ શેર જારી કરશે. હાલના રોકાણકારો એક પણ શેર વેચી રહ્યા નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિઝનેસ / Jioના IPOને મળ્યો રોકાણકારોનો જોરદાર રિસ્પોન્સ, ખુલતા જ 100 મિનિટમાં ફૂલ સબ્સ્ક્રાઇબ
જીએમપીમાં ઘટાડો
ઇનવેસ્ટર્સ ગેનના રીપોર્ટ મુજબ જિયોનો આઇપીઓની સ્થીતી ગ્રે માર્કેટમાં કમજોર થઇ છે. કંપનીનો જીએમપી ઘટીને ₹255 થયો છે. અગાઉનો જીએમપી ₹273 હતો. બે નિષ્ણાતોએ આ આઇપીઓ પર દાવ લગાવવાની સલાહ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો