ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / અક્કીના ઘરે બુલેટપ્રુફ કાચ, સલમાનના ઘર બહાર કમાન્ડો તૈનાત, મુંબઈ પોલીસ હાઈ એલર્ટ
Last Updated: 04:47 PM, 21 October 2026
ADVERTISEMENT
Mumbai News: ટાઇગર શ્રોફ પર થયેલી ગોળીબારની ઘટના બાદ મુંબઈમાં સેલિબ્રિટીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન ખાનના ઘરની બહાર સબમશીન ગનથી સજ્જ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે અક્ષય કુમારના ઘરની બાલ્કની અને બારીઓ પર બુલેટપ્રૂફ કાચ લગાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ટાઇગર શ્રોફ પર થયેલી ગોળીબારની ઘટના બાદ મુંબઈમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ બુધવારે કોટાથી ધરપકડ કરાયેલા ત્રણ આરોપી શૂટર્સને કોર્ટમાં રજૂ કરવાના છે, ત્યારે સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અક્ષય કુમારની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે, તેમના ઘરે બુલેટપ્રૂફ ગ્લાસ શિલ્ડ લગાવવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા માનવામાં આવતા હુમલાખોરો અનેક અગ્રણી સેલિબ્રિટીઝને નિશાન બનાવી રહ્યા હતા. સલમાન ખાનનું ઘર સૌથી પહેલા તેમના નિશાન પર ઉપર હતું. અને તેમના ઘરની પણ રેકી કરવામાં આવી હતી. જોકે પોલીસ તૈનાત જોઈને શૂટર્સે તેમની યોજના બદલી નાખી અને ટાઇગર શ્રોફ પર ગોળીબાર કર્યો. કેટલાક અહેવાલોમાં એ પણ જણાવાયુ છે કે શૂટર્સે અમિતાભ બચ્ચન અને આમિર ખાનના ઘરોની પણ રેકી કરી હતી. સલમાનના ઘર, ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે અને સબમશીન ગનથી સજ્જ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નોધનીય છે કે, ટાઇગર શ્રોફ પર રવિવારે સાંજે 7 વાગ્યે ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે જુહુના ફૂટબોલ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે ત્રણ શૂટરોએ તેની કાર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બીજા દિવસે કોટા જંકશનથી ત્રણેય શૂટરોની ધરપકડ કરવામાં આવી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના પન્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર હુમલાની જવાબદારી સ્વીકારી છે.
અક્ષયના ઘરની બારીઓ અને બાલ્કની પર બુલેટપ્રૂફ કાચ
ADVERTISEMENT
અક્ષય કુમારના ઘરની બારીઓ અને બાલ્કની પર બુલેટપ્રૂફ કાચ લગાવવામાં આવશે. એક અહેવાલ મુજબ મુંબઈ પોલીસે અક્ષય કુમારની સુરક્ષા વધારી દીધી છે. હવે તેમના મુંબઈના ઘરની બારીઓ અને બાલ્કની પર બુલેટપ્રૂફ કાચના શિલ્ડ લગાવવામાં આવી રહ્યા છે. ગોળીબારની ઘટનાની ચાલી રહેલી તપાસ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
ટાઇગર શ્રોફ કેસમાં વધુ ચારની ધરપકડ
ADVERTISEMENT
પોલીસે મંગળવારે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેયની પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સલમાન ખાન હુમલાખોરોનું નિશાન હતો. શરૂઆતમાં ત્રણ આરોપી શૂટર્સ - ફૂલ સિંહ, રેહાન અને ઋતિક - સલમાન ખાનને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બોલીવૂડ / અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને આમીર ખાન... ટાઈગર શ્રોફના શૂટર્સના નિશાન પર હતા આ સ્ટાર્સ
સલમાન ખાનના ઘરે કમાન્ડો તૈનાત, જવાનોને સબમશીન ગન આપી
ADVERTISEMENT
સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. મુંબઈ પોલીસના જવાનોની સાથે ખાસ કમાન્ડોને પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. સલમાનની સુરક્ષા માટે તૈનાત સૈનિકોને MP5 SD6 સબમશીન ગન આપવામાં આવી છે, જેને જર્મન આર્મ્સ કંપની 'હેકલર એન્ડ કોચ' દ્વારા બનાવવામાં આવી છે. આ હથિયાર 9x19 mm પેરાબેલમ એમ્યુનિશન ફાયર કરવા માટે બનાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ