ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / 2 બાળક સહિત કુલ 12નાં મોત, ગુજરાત માટે બુધવાર બૂંદિયાળો સાબિત થયો!

photo-story

7 ફોટો ગેલેરી

દુઃખદ / 2 બાળક સહિત કુલ 12નાં મોત, ગુજરાત માટે બુધવાર બૂંદિયાળો સાબિત થયો!

Last Updated: 05:14 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દશેરાના બીજા દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ માર્ગ અકસ્માત સર્જાયા હતા. જેમાં વડોદરા, સુરત, અમદાવાદ સહિત અનેક જગ્યાએ માર્ગ અકસ્માત સર્જાયો હતો.

1/7

photoStories-logo

1. વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બાળક અને મહિલાનાં મોત

વડોદરા જિલ્લાના પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. હાઈવે પર છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ એક ઇલેક્ટ્રિક કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, કારમાં નાના બાળકો સહિત 6થી 7 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં એક બાળક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારમાં ફસાયેલા મૃતદેહોને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પર બંધ હાલતમાં ઊભેલી ટ્રકને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને હાઈવે પર વાહનો પાર્ક કરવાની ગંભીર સમસ્યા સામે સવાલો ઊભા કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ચાંગોદરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1નું મોત

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાંગોદરના ચાચરાવાડી રોડ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ મૂળ કેરળના અને હાલ અમદાવાદમાં રહેતા સંદીપ નાયર તરીકે થઈ છે. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ચાંગોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાવળા CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે તેમજ ફરાર વાહનચાલકને શોધવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કારની નીચે કચડાતાં 5 વર્ષના બાળકનું મોત

ગાંધીનગરના સેક્ટર-5માં મહાકાળી મંદિર પાસે એક હૃદયદ્રાવક અકસ્માતમાં 5 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, દેવાંશ કડવાકર નામનો બાળક સાયકલ લઈને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પર પડેલી માટીના કારણે તે અચાનક સાયકલ પરથી નીચે પડી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતી કારનું ટાયર બાળકના માથા પરથી ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ત્રણેય યુવકો ઉતરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રહેવાશી

સુરતના કીમ નજીક રેલવે ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે એક જ બાઈક પર ચાર યુવકો સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે બાઈક બ્રિજના ડિવાઈડર સાથે અથડાતાં ચારેય યુવકો આશરે 50 ફૂટ નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ચારેય યુવકો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં કીમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ અને રેલિંગના અભાવને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. બ્રિજ પર પૂરતી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલિંગ લગાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત, અકસ્માત બાદ ચાલક ફરાર

સુરતના ઇચ્છાપુર-હજીરા રોડ પર ડમ્પરની અડફેટે મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. પાંડેસરામાં રહેતા અરવિંદભાઈ તેમની પત્ની ઉપમાબેન સાથે મોપેડ પર સવાર થઈ માતાજીની મૂર્તિના વિસર્જન માટે હજીરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર એક ડમ્પરે તેમના મોપેડને જોરદાર ટક્કર મારતાં ઉપમાબેન નીચે પટકાયાં હતાં. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ડમ્પરનું ટાયર ઉપમાબેનના માથા પરથી ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઉપમાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ઇચ્છાપોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અકસ્માત બાદ ફરાર થયેલા ડમ્પરચાલકની જવાબદારી અને તેની સામેની કાર્યવાહી અંગે સવાલો ઊભા થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઓલપાડના કુડસદ ગામે અકસ્માતમાં 3 યુવકોના મોત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ નજીક ભયાનક બાઇક અકસ્માતમાં ત્રણ યુવકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, બાઇક પર સવાર ચાર યુવકો 50 ફૂટથી વધુ ઊંચા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ચાલકે બાઇક પરથી કાબૂ ગુમાવતા બાઇક બ્રિજની સેફ્ટી વોલ સાથે અથડાઈ હતી. અકસ્માતની ગંભીરતાને કારણે ચારેય યુવકો બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં કીમ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગોજારો અકસ્માત

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે-48 પર કિચન કબાના હોટલ પાસે અજાણ્યા વાહનચાલકે મોપેડને જોરદાર ટક્કર મારતાં 20 વર્ષીય યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવતીની ઓળખ કવિતા ડામોર તરીકે થઈ છે. મોપેડ પર સવાર અન્ય બે વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. મૂળ મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારના લોકો રોજગાર અર્થે પાનોલી સ્થિત કામધેનુ એસ્ટેટ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ, અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તપાસ તેજ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Padra road accident Vadodara accident Delhi-Mumbai Expressway accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ