ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે હાર્ટ સાથે ચેડાં? વાપીમાં સ્ટેન્ટ બનાવતી કંપની સામે અપાયા તપાસના આદેશ
Last Updated: 05:52 PM, 21 October 2026
ADVERTISEMENT
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી સ્ટેન્ટ બનાવતી જાણીતી કંપની મેરિલ લાઈફ સાયન્સ સામે રાજ્યસભાના સાંસદ ડો. અજીત માધવરાવે ગંભીર રાક્ષેપ કર્યા છે. હૃદયની ધમનીમાં બેસાડવામાં આવતા સ્ટેન્ટની ગુણવત્તા અંગે શ્રીલંકામાં ઉઠેલા ગંભીર સવાલો બાદ આ મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શ્રીલંકન સરકારે મેરિલ લાઈફ સાયન્સ દ્વારા નિકાસ કરવામાં આવેલા સ્ટેન્ટ અંગે વાંધા ઉઠાવ્યા હતા અને સંબંધિત સ્ટેન્ટનો જથ્થો પરત મોકલ્યો હતો. સ્ટેન્ટ દર્દીના હૃદયની ધમનીમાં યોગ્ય રીતે ફિટ થાય છે કે નહીં, તેમજ તેને ફુલાવવામાં કોઈ મુશ્કેલી આવે છે કે કેમ, તેવા પ્રશ્નો ઊભા થયા હતા.સૌથી ગંભીર બાબત સ્ટેન્ટ તેની નિર્ધારિત જગ્યાએથી ખસી જવાની અને સ્ટેન્ટ ફિટ કર્યા બાદ તેની અંદર લોહીના ગઠ્ઠા બનવાની ફરિયાદો હોવાનું જણાવવામાં આવ્યું છે.
વાપીમાં બનેલા મેરિલ લાઈફ સાયન્સના હાર્ટ સ્ટેન્ટની ગુણવત્તા સામે સવાલો, શ્રીલંકાએ સ્ટેન્ટ પરત મોકલતાં તપાસના આદેશ #MerilLifeSciences #HeartStent #MedicalDevice #HealthNews #Vapi #VTVDigital https://t.co/2I8dt49Em4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 21, 2026
ADVERTISEMENT

જો આ પ્રકારની ખામીઓની પુષ્ટિ થાય, તો દર્દીઓની સલામતીના દૃષ્ટિકોણથી આ અત્યંત ગંભીર બાબત બની શકે છે.આ સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ ડૉ. અજિત મધવરાવે કેબિનેટ સેક્રેટરી સમક્ષ રજૂઆત કરી હોવાની માહિતી છે. ત્યારબાદ કેબિનેટ સેક્રેટરી દ્વારા આરોગ્ય વિભાગને મેરિલના સ્ટેન્ટ અંગે તપાસ કરી જરૂરી પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
હૃદય સાથે ખીલવાડ?
ADVERTISEMENT

ADVERTISEMENT
મેરિલ સાયન્સના સ્ટેન્ટમાં શું વાંધો?
આ પણ વાંચોઃ 2 બાળક સહિત કુલ 12નાં મોત, ગુજરાત માટે બુધવાર બૂંદિયાળો સાબિત થયો!
ગુજરાત માટે શું છે ચિંતા?
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.