ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:28 PM, 21 October 2026
ADVERTISEMENT
સોમનાથમાં તંત્ર દ્વારા 3 પ્રતિબંધો બહાર લાગુ પાડવામાં આવ્યાં છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સોમનાથ મંદિરની બંને બાજુ આશરે 4 કિ.મી.ના વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવાયો છે. 22 ઓક્ટોબર 2026થી આગામી 60 દિવસ સુધી પ્રતિબંધ અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ દરિયાના ઊંડા પાણીમાં સ્નાન કરવા ન જાય.
ADVERTISEMENT
ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ
પ્રભાસ પાટણના ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે જેમાં નદીમાં હવે માત્ર અસ્થિ અને પિંડનું જ વિસર્જન કરી શકાશે. ચૂંદડી, નાળિયેર, ફૂલો, માટીનાં વાસણો અને પ્લાસ્ટિક સહિતનો કચરો નાખવા પર પ્રતિબંધ છે.
ADVERTISEMENT
34 સ્થળોએ પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
ત્રીજા પ્રતિબંધમાં ગીર સોમનાથ જિલ્લામાં 34 સ્થળોએ પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમનાથ મંદિર સહિત 34 સંવેદનશીલ સ્થળો પર ડ્રોનના ઉપયોગ માટે મંજૂરી ફરજિયાત છે. કોસ્ટગાર્ડ સ્ટેશન, કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસવડા કચેરી, જેલ અને સબસ્ટેશન સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.