ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં અપહરણ કરી વેપારી પાસેથી 34 લાખની લૂંટ, ગાંધીનગર પાસે ફેંકી લૂંટારુઓ ફરાર
Last Updated: 11:00 PM, 21 October 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ઓઢવમાં લાખોની લૂંટનો બનાવ સામે આવ્યો છે. વેપારી પાસેથી રૂ 34 લાખ લૂંટ થઈ છે. કેતન પરીખ નામના શખ્સ બેંકમાંથી 34 લાખ લઈને એક્ટિવા પર પેઢીએ જઈ રહ્યા હતા ત્યારે રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બે અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા અને બંને શખ્સોએ વેપારીને પોતાની ગાડીમાં બેસાડ્યા હતા અને તેમની પાસે 34 લાખ લઈને ફરાર થઈ ગયા હતા.
ADVERTISEMENT
ગાંધીનગરના ધોળાકુવા પાસે ઉતારીને ફરાર
34 લાખની લૂંટ કર્યાં બાદ લૂંટારાઓએ કેતન પરીખને ગાંધીનગરના ધોળાકુવા પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી.
ADVERTISEMENT
વધુ વાંચો : સુસાઈડ નોટ લખી ભાવનગર ACB કોન્સ્ટેબલ ગુમ, મોબાઈલ-ચાવી મળ્યા, DYSP-PI પર ઊઘરાણીનો આક્ષેપ
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
ADVERTISEMENT
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે અને લૂંટારુઓએ અપનાવેલા રૂટ પર તૈનાત થઈ ગયો છે. ઓઢવ પોલીસે લૂંટ અને અપહરણનો ગુનો નોંધી નારોલ-નરોડા હાઇવે તથા ગાંધીનગર રોડ પરના સીસીટીવી ફૂટેજ અને વાહનના નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.