ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીર કપૂરની ‘રામાયણ’ માટે એડવાન્સ બુકિંગમાં જોરદાર પ્રતિસાદ, દિવાળીએ તૂટશે રેકોર્ડ?
6 ફોટો ગેલેરી
Last Updated: 01:07 PM, 22 October 2026
1/6
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર ટૂંક સમયમાં 'રામ'ની ભૂમિકામાં જોવા મળશે. નમિત મલ્હોત્રા અને કન્નડ સ્ટાર યશ દ્વારા નિર્મિત 'રામાયણ: ભાગ 1' દિવાળીના અવસરે, 5 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝના 14 દિવસ પહેલાં, એટલે કે દશેરાના દિવસે તેનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. આ આંકડાઓને જોતાં એવું લાગે છે કે બોક્સ ઓફિસ પર રણબીર કપૂર પર ભગવાન રામની કૃપા વરસવાની છે. આવો જોઈએ કે 'રામાયણ'ના એડવાન્સ બુકિંગ દ્વારા પહેલા બે દિવસમાં કેટલી કમાણી થઈ છે.
2/6
મેકર્સ 'રામાયણ'ને મોટા પાયે રિલીઝ કરવાની યોજના બનાવી છે. દેશ- વિદેશમાં મોટા પાયે તેનો પ્રમોટ કરવામાં આવ્યો છે. નિતેશ તિવારીની ટીમે માર્કેટિંગથી લઈને પબ્લિસિટી સુધીની દરેક બાબતમાં પોતાનો જીવ રેડી દીધો છે. પશ્ચિમ બંગાળમાં તો તેને ટેક્સ-ફ્રી કરવામાં આવી છે.
ADVERTISEMENT
3/6
બોક્સ ઓફિસના આંકડા પર નજર રાખતી વેબસાઇટ 'સેકનિલ્ક' અનુસાર, 22 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં 'રામાયણ' ફિલ્મે પ્રી-રિલીઝ વેચાણમાં 7 કરોડ રુપિયાનો આંકડો વટાવી લીધો છે. કુલ 1.25 લાખ ટિકિટોનું વેચાણ થયું છે; જેમાં બ્લોક કરેલી બેઠકોને બાદ કરતાં, કુલ કમાણી 5.12 કરોડ થાય છે.
4/6
દેશભરમાં 'રામાયણ' માટે 3,707 શોના એડવાન્સ વેચાણ નોંધાયા છે. રણબીર કપૂર અને સઈ પલ્લવી અભિનીત આ ફિલ્મની 1.25 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે, જેનાથી પ્રી-રિલીઝ વેચાણમાં 7.04 કરોડ રુપિયાની કુલ કમાણી થઈ છે અને ઓક્યુપન્સી રેટ 15 ટકા રહ્યો છે. અહેવાલો એવું પણ સૂચવે છે કે, દિવાળીના સમયગાળા દરમિયાન આ ફિલ્મ એક ભવ્ય શરૂઆત મેળવી શકે છે. 'રામાયણ' માટેના એડવાન્સ બુકિંગમાં હિન્દીભાષી બજારનો સૌથી મોટો ફાળો રહ્યો છે. કુલ 7 કરોડ રુપિયાની કમાણીમાંથી 6.48 કરોડ રુપિયા એટલે કે કુલ કમાણીના 92 % હિન્દીભાષી દર્શકો તરફથી આવ્યા છે, જ્યારે કન્નડભાષી દર્શકો તરફથી 40.95 લાખ રુપિયા અને તેલુગુભાષી દર્શકો તરફથી 15.88 લાખનું યોગદાન મળ્યું છે.
ADVERTISEMENT
5/6
મુખ્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર 27% રસ સાથે મોખરે છે, જ્યાં નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પ્રત્યે સૌથી વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારબાદ દિલ્હી, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા અને અન્ય રાજ્યોનો ક્રમ આવે છે. 'રામાયણ' વિવિધ ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવશે, જેમાં 3D, IMAX 3D, ડોલ્બી સિનેમા (Dolby Cinema), 4DX 3D, 2D, બાર્કો (Barco) દ્વારા HDR, 3D સ્ક્રીન્સ અને EPIQ 3Dનો સમાવેશ થાય છે.
6/6
'રામાયણ' ફિલ્મમાં કલાકારોની વાત કરીએ તો, રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં, યશ રાવણની ભૂમિકામાં અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત, રવિ દુબે લક્ષ્મણનું પાત્ર ભજવશે, અરુણ ગોવિલ રાજા દશરથનું પાત્ર ભજવશે અને લારા દત્તા રાણી કૈકેયીનું પાત્ર ભજવશે. આ ઉપરાંત કલાકારોમાં વિદ્યુતજીહવા તરીકે વિવેક ઓબેરોય, ઇન્દ્ર તરીકે કુણાલ કપૂર, મંથરા તરીકે શીબા ચઢ્ઢા, મંદોદરી તરીકે કાજલ અગ્રવાલ, કૌસલ્યા તરીકે ઇન્દિરા કૃષ્ણન અને શૂર્પણખા તરીકે રકુલ પ્રીત સિંહનો સમાવેશ થાય છે. અનુપમ ખેર રામાયણમાં જટાયુના પાત્રને પોતાનો અવાજ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ