ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જોડતોડ, ભાજપમાં પડ્યું ગાબડું, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા

કોડીનાર / ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જોડતોડ, ભાજપમાં પડ્યું ગાબડું, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા

Published By: Hiralal Parmar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 05:29 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું પડ્યું છે. પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા છે.

ADVERTISEMENT

આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે. ત્યારે આ ચૂંટણી પહેલા હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. આજે ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં ભાજપમાં ગાબડું પડ્યું છે. કોડિનારના પૂર્વ ધારાસભ્ય જેઠા દાના સોલંકીએ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.

રાજકોટમાં રણદીપ સુરજેવાલાએ જેઠા સોલંકીનું સ્વાગત કર્યું

રાજકોટમાં યોજાયેલી કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી જેઠા સોલંકીનું સ્વાગત કર્યું હતું. જેઠા સોલંકીના કોંગ્રેસમાં પ્રવેશથી ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ સાંસદ સહીત સૌરાષ્ટ્ર કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક શરૂ થતાની સાથે જ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કોડિનારના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદીય સચિવ જેઠા દાના સોલંકીનું કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં ઘરવાપસી કરાવી હતી.કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર જેઠા સોલંકીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોડિનારમાં અસામાજિક લોકોનું રાજ ચાલે છે. અસામાજિક લોકોના ત્રાસથી નાના માણસોના કામ થતા નથી આ નારાજગીના કારણે ભાજપ છોડી છે. ભાજપ નેતા દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી ત્રાસથી કોડિનારની જનતા નારાજ છે માટે બધા આગેવાનોના કહેવાથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે.

કોડીનારના સમગ્ર સમાજની લાગણી છે કે હું કોંગ્રેસમાં જોડાવું, એટલે જોડાયો છું. અસામાજિક તત્વોને કારણે નાના-ગરીબ લોકોના કામો થતાં નથી તેથી ભાજપ છોડીએ છીએ. મારે ભાજપ સાથે કોઈ ખટરાગ થયો નથી. ચૂંટણી માટે મારુ કોઈ આયોજન નથી. 1981થી જાહેર સેવામાં છું.
jethabhai-so

જેઠા સોલંકી પૂર્વ ધારાસભ્ય

લોકોની લાગણીના કારણે કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય

જેઠા સોલંકીએવધુમાં જણાવ્યું હતું કે, મને વ્યક્તિગત કોઈ હેરાન નથી કરતા પરંતુ લોકોના કામ નથી થતા લોકોને હેરાન કરવામાં આવે છે માટે વિસ્તારની જનતા અને આગેવાનોના કહેવાથી હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. કોઈ કમિટમેન્ટ સાથે નહીં માત્ર વિસ્તારના લોકોની લાગણીના કારણે કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે. અત્યારે કોડિનારમાં બધું જ ખૂટે છે. ખેડૂતોની મુશ્કેલીઓ છે, બિયારણો અને ખાતરોમાં ભાવવધારો થાય છે. અમારા પૂર્વ વડીલોએ જે સંસ્થાઓ ઊભી કરી હતી, તે કોડિનારની જનતાને પૂછ્યા વગર કંપનીને આપી દીધી છે.જેઠા સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે તેમને વ્યક્તિગત રીતે કોઈ હેરાનગતિ થઈ નથી, પરંતુ સામાન્ય લોકોનાં કામ અટકતા હોવાની તેમની ફરિયાદ છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ હોદ્દા કે રાજકીય લાભની અપેક્ષાથી કોંગ્રેસમાં જોડાયા નથી, પરંતુ વિસ્તારના લોકોની લાગણી અને તેમના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

કોડિનારના સ્થાનિક રાજકારણમાં આવશે ફેરફાર

તેમની ઘરવાપસીથી ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસને રાજકીય રીતે કેટલો ફાયદો થશે અને કોડિનારના સ્થાનિક રાજકારણમાં કેવા ફેરફારો આવશે, તેના પર હવે સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે જેઠા સોલંકીએ ભાજપમાં પ્રવેશ કરી વર્ષ 2012માં ધારાસભ્ય બન્યા હતા અને તેઓ સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2017મા ભાજપના ધારાસભ્ય પદ સહિત તમામ હોદા પરથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારથી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા ચાલતી હતી. જેનો આજે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સત્તાવાર અંત આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ