ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Jio IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા પણ ફુલ, રોકાણ કરવાની તક માત્ર આવતીકાલ સુધી!

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / Jio IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા પણ ફુલ, રોકાણ કરવાની તક માત્ર આવતીકાલ સુધી!

Last Updated: 04:36 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જિયો આઈપીઓના બીજા દિવસે રિટેલ રોકાણકારોનો કોટા ફુલ થઈ ગયો છે અને હવે રોકાણકારો માટે આવતીકાલે છેલ્લી તક છે.

1/5

photoStories-logo

1. Jio IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા પણ ફુલ, રોકાણ કરવાની તક માત્ર આવતીકાલ સુધી!

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓનો આજે બીજો દિવસ છે અને આ ઇશ્યૂ એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આઈપીઓની શરૂઆત થઈ ત્યારે પહેલા જ દિવસે માત્ર 100 મિનિટની અંદર સંસ્થાકીય રોકાણકારોનો કોટા ઓવરસબ્સક્રાઇબ થઈ ગયો હતો. સામાન્ય રીતે જ્યારે કોઈ પબ્લિક ઇશ્યૂનું કદ 10000 કરોડ કે તેથી વધુ હોય છે, ત્યારે તેને પૂર્ણ થવામાં 2 થી 3 દિવસનો સમય લાગતો હોય છે, પરંતુ જિયો પ્લેટફોર્મ્સે તેને માત્ર થોડીવારમાં જ હાંસલ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રિટેલ રોકાણકારોએ પણ બતાવ્યો દમ

આઈપીઓના બીજા દિવસે રિટેલ રોકાણકારો દ્વારા પણ જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે. 22 ઓક્ટોબરની સવારે 11 વાગ્યા સુધીમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 1 ગણાથી વધુ થઈ ગયો છે. એટલે કે આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવેલા શેરોની સામે વધુ અરજીઓ આવી ચૂકી છે. આઈપીઓના પહેલા દિવસે છૂટક રોકાણકારોનો હિસ્સો માત્ર 0.73 ગણો (73%) જ ભરાયો હતો, જ્યારે બીજા દિવસે રોકાણકારોએ એટલા પ્રમાણમાં શેરોની ખરીદી કરી કે આ કોટા 100 ટકાની મર્યાદાને પાર કરી ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. જિયો પર સંપૂર્ણ વિશ્વાસ

જોકે, બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, શેરોની માંગના મામલામાં હજુ પણ સંસ્થાકીય ખરીદદારો સૌથી આગળ છે, કારણ કે તેમણે અનામત રાખેલા કોટા સામે 9.42 ગણી વધુ બોલીઓ લગાવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશ અને દુનિયાના મોટા નાણાકીય દિગ્ગજોને જિયોના વ્યવસાય અને તેની ભવિષ્યની વૃદ્ધિ પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ ઉપરાંત, બિન-સંસ્થાકીય રોકાણકારોની કેટેગરીને 2.34 ગણું અભિદાન મળ્યું છે. શેરધારકો માટે અનામત રાખવામાં આવેલા હિસ્સાને 2.06 ગણો અને કર્મચારીઓના કોટાને 1.61 ગણો પ્રતિસાદ મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આવતીકાલે છે રોકાણ કરવાની છેલ્લી તક

જિયોના આઈપીઓનો આવતીકાલે એટલે કે 23 ઓક્ટોબરે છેલ્લો દિવસ છે. આઈપીઓમાં દાવ લગાવવા માટે માત્ર આવતીકાલ સુધીનો જ સમય બાકી છે. આઈપીઓમાં શેરોનું એલોટમેન્ટ 26 ઓક્ટોબરે થવાની સંભાવના છે, જ્યારે કંપનીના શેર 28 ઓક્ટોબરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ થઈ શકે છે. આ સંપૂર્ણપણે એક ફ્રેશ ઇશ્યૂ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આઈપીઓમાં 27 કરોડ નવા ઇક્વિટી શેર

આનો અર્થ એ થયો કે કંપનીના વર્તમાન પ્રમોટર્સ આઈપીઓ દ્વારા પોતાની ભાગીદારી વેચીને નાણાં બહાર કાઢી રહ્યા નથી. આઈપીઓમાં 27 કરોડ નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવી રહ્યા છે. આ શેરોને વેચીને જે પણ નાણાં એકત્રિત થશે, તે સીધા કંપનીના ખાતામાં જ જશે. કંપની આ રકમનો ઉપયોગ દેવું ચૂકવવા, ફાઈવ-જી અને સિક્સ-જી નેટવર્ક વિસ્તરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તકનીક અને ભવિષ્યની નવી યોજનાઓ પાછળ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IPOUpdate JioIPO RelianceJio
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ