ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટમાં 300, વનડેમાં 200... ક્રિસ ગેલ અને વીરેન્દ્ર સેહવાગના ક્લબમાં સામેલ થયો હેરી બ્રુક

ક્રિકેટ / ટેસ્ટમાં 300, વનડેમાં 200... ક્રિસ ગેલ અને વીરેન્દ્ર સેહવાગના ક્લબમાં સામેલ થયો હેરી બ્રુક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:26 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Double Century Record: હેરી બ્રુકે રાવલપિંડીમાં શ્રીલંકા સામે ઇતિહાસ રચતા માત્ર 114 બોલમાં વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી છે.

ADVERTISEMENT

હેરી બ્રુકે રાવલપિંડીમાં શ્રીલંકા સામે ઇતિહાસ રચતા માત્ર 114 બોલમાં વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી છે. તે વનડેમાં 200 રન બનાવનાર ઇંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. બ્રુકે શુભમન ગિલનો રેકોર્ડ પણ તોડ્યો અને ઇંગ્લેન્ડનો સૌથી વધુ વ્યક્તિગત વનડે સ્કોર બનાવનાર ખેલાડી બન્યો છે.

ગુરુવારે (22 ઓક્ટોબર) રાવલપિંડીમાં શ્રીલંકા સામેની વનડે ત્રિકોણીય શ્રેણીની મેચ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ઇતિહાસ રચ્યો. બ્રુકની વિસ્ફોટક બેટિંગ કરી બેવડી સદી ફટકારી અનેક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યા. તે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ઈંગ્લેન્ડનો બેટ્સમેન બન્યો. વધુમાં તેણે વનડે ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી પણ ફટકારી છે.

બ્રુકે માત્ર 114 બોલમાં બેવડી સદી ફટકારી. આ સાથે તેણે ભારતીય બેટ્સમેન શુભમન ગિલના રેકોર્ડને તોડી નાખ્યો, જેણે 2026 માં વેસ્ટ ઈન્ડિઝ સામે 117 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ઈશાન કિશન 126 બોલ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે, ગ્લેન મેક્સવેલ 128 બોલ સાથે ચોથા ક્રમે છે અને પથુમ નિસાન્કા 136 બોલ સાથે પાંચમા ક્રમે છે.

આ ઐતિહાસિક ઇનિંગ સાથે હેરી બ્રુકે વનડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ બનાવ્યો. તેણે 2023 માં ન્યુઝીલેન્ડ સામે બેન સ્ટોક્સના 182 રનની ઇનિગ્સને પાછળ છોડી દીધી છે. આ યાદીમાં જેસન રોય (180), એલેક્સ હેલ્સ (171) અને રોબિન સ્મિથ (167*) પણ શામેલ છે.

બ્રુકની સિદ્ધિનું બીજું એક ખાસ પાસું છે. તે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર બીજો નોન-ઓપનિંગ બેટ્સમેન બન્યો. તેના પહેલા ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે 2023 ના વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 201* રનની ઐતિહાસિક અણનમ ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકાર્યા પછી હેરી બ્રુકે હવે વનડે માં બેવડી સદી ફટકારીને પોતાની બેટિંગ કુશળતા દર્શાવી છે.

ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી (300+) અને વનડે માં બેવડી સદી (200+) ફટકારનારા બેટ્સમેન

ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ)

ક્રિસ ગેલે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારી છે. તેણે 317 અને 333 રન બનાવ્યા છે. વધુમાં ગેલે 2015 માં ઝિમ્બાબ્વે સામે વનડે માં બેવડી સદી ફટકારી હતી, જેમાં 215 રન બનાવ્યા હતા.

વીરેન્દ્ર સેહવાગ (ભારત)

ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારી છે. તેણે પાકિસ્તાન સામે 309 અને દક્ષિણ આફ્રિકા સામે 319 રન બનાવ્યા હતા. દરમિયાન 2011 માં સેહવાગે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે માં 219 રન બનાવીને ઐતિહાસિક બેવડી સદી ફટકારી હતી.

VTV Digital 1

આ પણ વાંચોઃ IND vs NZ / ભારતે ક્રાઇસ્ટચર્ચ T20માં કર્યા રેકોર્ડ રન ચેઝ, ન્યુઝીલેન્ડનો પરાજય

હેરી બ્રુક (ઇંગ્લેન્ડ)

ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે 10 ઓક્ટોબર 2024ના રોજ મુલતાન ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે ત્રેવડી સદી (317 રન) ફટકારી હતી. 22 ઓક્ટોબર, 2026ના રાવલપિંડીમાં શ્રીલંકા સામેની વનડેમાં શાનદાર 202 રન ફટકારીને તેણે બેવડી સદી પણ ફટકારી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harry Brook England Chris Gayle

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ