ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દરિયામાં હલચલ વચ્ચે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે?

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / દરિયામાં હલચલ વચ્ચે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે?

Last Updated: 08:34 AM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા વચ્ચે હવે ગુજરાતના હવામાનને લઈને પણ સવાલો ઊભા થયા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે 28 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. અનેક રાજ્યોમાં ભારે વરસાદ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ઠંડીની શરૂઆત વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ફરી વરસાદ પડશે કે ઠંડી વધશે તે અંગે હવામાન વિભાગે 28 ઓક્ટોબર સુધીની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 28 ઓક્ટોબર સુધી હવામાન સૂકું રહેશે. આગામી બુધવાર સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ

ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલ જેવું તાપમાન છે તેવું જ યથાવત રહેશે, એટલે કે રાજ્યમાં અચાનક ઠંડી વધવાની કે ગરમીમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ રહી

અરબી સમુદ્રમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને આ પ્રણાલી વધુ મજબૂત બનશે તો ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળી શકે છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 23થી 26 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુ

IMD અનુસાર, 23થી 26 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારમાં ભારે વરસાદની શક્યતા છે. 24 ઓક્ટોબર સુધી કર્ણાટકમાં પણ વરસાદ પડી શકે છે, જ્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદ સાથે પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઓડિશામાં 27 અને 28 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી

ઓડિશામાં 27 અને 28 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી છે, જ્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અતિ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી-NCR તેમજ બિહાર અને ઝારખંડમાં સવાર-સાંજ ઠંડક અનુભવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Forecast Gujarat Weather Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ