ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પત્નીના સુસાઈડ પર થશે જેલ? ખેડામાં ગૂગલ કર્યાં બાદ પતિએ કરી ગર્ભવતી પત્નીની હત્યા, કર્યું આત્મહત્યાનું નાટક

હવામાન / પત્નીના સુસાઈડ પર થશે જેલ? ખેડામાં ગૂગલ કર્યાં બાદ પતિએ કરી ગર્ભવતી પત્નીની હત્યા, કર્યું આત્મહત્યાનું નાટક

Published By: Hiralal Parmar

Last Updated: 11:05 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના મહુધાના તાલુકાના પરૂપુર બારૈયાની મુવાડીમાં સાસરિયાવાળાએ ભેગા થઈને વહુની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પતિ અને જેઠની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

ખેડા જિલ્લામાંથી સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહુધા તાલુકાના કપરૂપુર બારૈયાની મુવાડીમાં ગર્ભવતી અરુણાબેનના શંકાસ્પદ મોતના મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શરૂઆતમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.જોકે, પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવેલી વિગતો બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો હતો.

નેનો યુરિયાનો પાવડર પીવડાવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનું મોત ગળે ફાંસો ખાવાથી નહીં, પરંતુ ઝેરી પદાર્થ પીવાથી થયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.મૃતકના ભાઈ વીરેન્દ્રસિંહે નોંધાવેલી ફરિયાદમાં પતિ મિતુલ સોઢા સહિત સાસરિયાં સામે ચારિત્ર્ય પર શંકા રાખીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં પતિ-પત્ની વચ્ચે ચારિત્ર્ય અને કથિત ગેરસંબંધોના મુદ્દે વારંવાર ઝઘડા થતા હોવાની વિગતો સામે આવી હતી. બનાવની રાત્રે પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ પતિએ મોબાઈલમાં મહિલાના આપઘાતના કિસ્સામાં પતિની જવાબદારી અંગે ગૂગલ પર સર્ચ કર્યું હતું.ત્યારબાદ પતિએ અરુણાબેનને સોફા પર પાડી બળજબરીથી ખેતરમાં વપરાતું નેનો યુરિયાનું પાવડર પીવડાવ્યું હતું.

બનાવની રાત્રે અરુણાબેન અને તેના પતિ મિતુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારબાદ મિતુલે પોતાના મોબાઈલમાં ગૂગલ પર મહિલાના આપઘાતના કિસ્સામાં પતિ કેટલો જવાબદાર બને છે તે અંગે સર્ચ કર્યું હતું. ત્યારબાદ મિતુલે અરુણાબેનને બળજબરીથી સોફા પર પાડી દઈને ખેતરમાં વપરાતું નેનો યુરિયાનું લિક્વિડ મોઢામાં પીવડાવ્યું હતું.
kheda

વિમલ બાજપાઈ, ડીવાયએસપી, નડિયાદ

હત્યા બાદ આત્મહત્યાનું નાટક કર્યું

આ દરમિયાન પરિવારનાં અન્ય સભ્યોની પણ કથિત ભૂમિકા સામે આવી હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે.અરૂણાબેનના મોત થયા બાદ ઘટનાને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને ઘરના પાછળના ખંડની બારી પાસે દોરી વડે લટકાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જેઠાણીએ મહિલાના પગ અને સાસુએ હાથ પકડી રાખ્યા હતા. ત્યારબાદ મૃતદેહને નીચે ઉતારી ઘટનાને સામાન્ય દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઝેરી પદાર્થની પ્લાસ્ટિકની કોથળી ઘરના ચુલામાં સળગાવી દેવામાં આવી હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે. જોકે, આ તમામ બાબતો અંગેની અંતિમ હકીકત કોર્ટની કાર્યવાહી અને પુરાવાઓના આધારે નક્કી થશે.

વધુ વાંચો : સ્પામાંથી ઉઘાડા પગે ભાગી છોકરી, નોકરી કરવા આવી હતી, માહોલ જોઈને થઈ ગઈ પરસેવે રેબઝેબ

પતિ-જેઠની ધરપકડ

ગર્ભવતી મહિલાના શંકાસ્પદ મોતના આ ગંભીર કેસમાં મહુધા પોલીસે કાર્યવાહી કરતાં પતિ મિતુલ સોઢા અને જેઠ વિપુલ સોઢાની અટકાયત કરી છે.પોલીસે ઘટનાસ્થળેથી નાયલોનની દોરી, એક મોબાઈલ ફોન અને એક બ્લેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કેસમાં સંડોવણી હોવાના આક્ષેપ હેઠળ અન્ય પરિવારજનોની ભૂમિકા અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.હવે પોલીસ તપાસમાં આ કથિત કાવતરામાં કોની કેટલી ભૂમિકા હતી અને પુરાવાઓ કઈ દિશામાં લઈ જાય છે, તે મહત્વનું રહેશે. એક તરફ ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત અને બીજી તરફ તેને આત્મહત્યા ગણાવવાનો કથિત પ્રયાસ! મહુધાના કપરૂપુરની આ ઘટનાએ માનવતા અને પારિવારિક સંબંધો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.હાલ પોલીસે પતિ અને જેઠની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવતા નવા ખુલાસા અને કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kheda crime news kheda crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ