ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારતમાં ગોલ્ડ લોનમાં મોટો ઉછાળો, કરજદારો પર વધતું દબાણ અને ડિફોલ્ટનું જોખમ વધ્યું!

photo-story

8 ફોટો ગેલેરી

બિઝનેસ / ભારતમાં ગોલ્ડ લોનમાં મોટો ઉછાળો, કરજદારો પર વધતું દબાણ અને ડિફોલ્ટનું જોખમ વધ્યું!

Last Updated: 08:29 AM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોનાના ભાવમાં તેજી વચ્ચે ભારતમાં ગોલ્ડ લોન લેવાનું પ્રમાણ વધ્યું છે અને બેંકો તથા ફાઇનાન્સ કંપનીઓનો કારોબાર વિસ્તરી રહ્યો છે.પરંતુ જૂનું કરજ ચૂકવવા નવી લોન લેવાનું ચલણ વધતાં કરજદારોની ચુકવણી ક્ષમતા અને ડિફોલ્ટના જોખમ અંગે ચિંતા ઊભી થઈ છે.

1/8

photoStories-logo

1. ગોલ્ડ લોનમાં મોટો ઉછાળો!

ભારતમાં સોનાના બદલામાં લોન લેવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. સોનાના ભાવમાં વધારો અને સરળતાથી લોન મળતી હોવાથી બેંકો તથા ફાઇનાન્સ કંપનીઓનો આ કારોબાર વિસ્તરી રહ્યો છે.પરંતુ આ તેજી વચ્ચે એક ચિંતાજનક બાબત સામે આવી છે. કેટલાક લોકો જૂની લોનના હપ્તા ભરવા માટે સોનું ગીરવે મૂકીને નવી લોન લઈ રહ્યા હોવાની આશંકા છે. જો આવક વધ્યા વગર કરજ વધતું રહે તો ભવિષ્યમાં હપ્તા ભરવા મુશ્કેલ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ભારતમાં ગોલ્ડ લોનનો કારોબાર ઝડપથી વધ્યો

રિઝર્વ બેંકના આંકડા અનુસાર 31 જુલાઈ 2026 સુધીમાં બેંકોની ગોલ્ડ જ્વેલરી સામેની લોન વાર્ષિક ધોરણે 88.1% વધીને ₹5.52 લાખ કરોડ થઈ હતી. એક વર્ષ પહેલાં આ વૃદ્ધિ 136.4% હતી. એટલે કે ગોલ્ડ લોનનો કારોબાર વધી રહ્યો છે, પરંતુ તેની વૃદ્ધિની ગતિ અગાઉ કરતાં ધીમી પડી છે. 31 ઓગસ્ટ 2026 સુધીમાં બેંકોની ગોલ્ડ લોન આશરે ₹5.6 લાખ કરોડ અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC)ની ગોલ્ડ લોન ₹3.6 લાખ કરોડ સુધી પહોંચી હતી. NBFCની ગોલ્ડ લોનમાં વાર્ષિક 69% વૃદ્ધિ નોંધાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. જૂની લોન ભરવા માટે નવી લોન લેવાની ચિંતા

ગોલ્ડ લોનના વધતા આંકડા વચ્ચે સૌથી મોટો સવાલ કરજદારોની ચુકવણી કરવાની ક્ષમતાનો છે. પિરામલ ફાઇનાન્સના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ઉદ્યોગ દ્વારા આપવામાં આવેલી કુલ ગોલ્ડ લોનમાંથી અંદાજે 15%થી 23% લોન એવા લોકોને આપવામાં આવી હતી જેઓની બીજી કોઈ લોનના હપ્તા 90 દિવસથી વધુ સમયથી બાકી હતા. આ આંકડો એવો સંકેત આપે છે કે કેટલાક કરજદારો પહેલેથી જ નાણાકીય દબાણનો સામનો કરી રહ્યા છે. જોકે, આનો અર્થ એ નથી કે આટલી ગોલ્ડ લોન ડિફોલ્ટ થઈ ગઈ છે. બજાર નિષ્ણાતોએ પણ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગોલ્ડ લોન લેવી કેટલી જોખમી છે?

ગોલ્ડ લોન પોતે જ જોખમી છે એવું કહી શકાય નહીં. પરિવારના સભ્યની સારવાર, બાળકોના શિક્ષણ, અચાનક ઊભી થયેલી આર્થિક જરૂરિયાત અથવા નાના વ્યવસાય માટે મૂડી મેળવવા લોકો સોનું ગીરવે મૂકીને લોન લે છે. આ લોનમાં સોનું ગીરવે હોવાથી ધિરાણ આપનાર સંસ્થાને સુરક્ષા મળે છે. પરંતુ જો ગ્રાહક સમયસર હપ્તા કે લોનની રકમ ચૂકવી ન શકે તો નિયમો અનુસાર ધિરાણ આપનાર સંસ્થા ગીરવે મૂકેલું સોનું હરાજી કરીને બાકી રકમ વસૂલવાનો પ્રયાસ કરી શકે છે. તેથી લોન લેતા પહેલાં પોતાની આવક, હપ્તાની રકમ અને ચુકવણીની સમયમર્યાદાનો વિચાર કરવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. સોનાના ભાવ ઘટે તો કંપનીઓની મુશ્કેલી વધી શકે

ગોલ્ડ લોનમાં સોનાના ભાવની સીધી અસર પડે છે. જો ગ્રાહક લોન લીધા પછી સોનાના ભાવમાં મોટો ઘટાડો થાય અને એકસાથે ઘણા ગ્રાહકો ચુકવણી કરવામાં નિષ્ફળ જાય તો ધિરાણ આપનાર કંપનીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ગીરવે મૂકેલા સોનાની હરાજીમાંથી બાકી લોનની પૂરેપૂરી રકમ વસૂલવી હંમેશા શક્ય નથી હોતી. રિઝર્વ બેંકના નિયમોમાં સોનાની કિંમતની સરખામણીમાં કેટલી લોન આપી શકાય તેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા સોનાના ભાવ ઘટે ત્યારે ધિરાણ આપનાર અને લોન લેનાર બંનેના જોખમને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. RBIના નવા નિયમો અને ગોલ્ડ લોનની મર્યાદા

રિઝર્વ બેંકે જૂન 2025માં સોના અને ચાંદી સામે લોન આપવા માટે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા હતા, જે 1 એપ્રિલ 2026થી લાગુ થયા હતા. નિયમો અનુસાર ₹2.5 લાખ સુધીની લોન માટે સોનાની કિંમતના મહત્તમ 85% સુધી, ₹2.5 લાખથી ₹5 લાખ સુધીની લોન માટે 80% સુધી અને ₹5 લાખથી વધુની લોન માટે 75% સુધી રકમ મળી શકે છે. આ ઉપરાંત વ્યક્તિગત જરૂરિયાત માટે એકસાથે ચૂકવણી કરવાની પદ્ધતિવાળી ગોલ્ડ લોનની મહત્તમ મુદત 12 મહિના રાખવામાં આવી છે. આ નિયમોનો હેતુ લોન આપવાની પ્રક્રિયામાં શિસ્ત લાવવાનો અને જોખમ ઘટાડવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ગોલ્ડ લોન બજાર માર્ચ 2028 સુધી ₹30 લાખ કરોડે પહોંચવાની શક્યતા

ગોલ્ડ લોનની માંગ વધતાં ઘણી ફાઇનાન્સ કંપનીઓ આ ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય વધારી રહી છે. ટાટા કેપિટલે યોગક્ષેમમ લોન્સમાં 88.6% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. જ્યારે ગોદરેજ કેપિટલે કનકદુર્ગા ફાઇનાન્સનો ગોલ્ડ લોનનો વ્યવસાય ખરીદ્યો હતો. આદિત્ય બિરલા કેપિટલ માર્ચ 2027 સુધીમાં 200થી 300 નવી ગોલ્ડ લોન શાખાઓ ખોલવાની યોજના બનાવી રહી હતી. જ્યારે એલએન્ડટી ફાઇનાન્સ ચાલુ નાણાકીય વર્ષમાં 500 નવી શાખાઓ ખોલવાની તૈયારી કરી રહી હતી.ICRAના અંદાજ મુજબ માર્ચ 2028 સુધીમાં ભારતમાં ગોલ્ડ લોનનો કુલ કારોબાર ₹30 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. એટલે કે લોકો સોનું ગીરવે મૂકીને વધુ લોન લઈ શકે છે. જોકે, માત્ર લોન આપવાનો કારોબાર વધે એ જ પૂરતું નથી. ગ્રાહકો સમયસર લોનના હપ્તા ભરે છે કે નહીં તે પણ એટલું જ જરૂરી છે. બજાજ ફાઇનાન્સે પણ જણાવ્યું હતું કે શરૂઆતમાં કેટલીક ટૂંકા ગાળાની લોનના હપ્તા ભરવામાં મોડું થતું હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કંપનીએ આવી લોન આપવાની કેટલીક યોજનાઓ બંધ કરી દીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gold Loan Growth 2026 Gold Loan India RBI Gold Loan Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ