ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / કેન્દ્ર સરકારનો ખાંડના વેપારીઓને દિવાળી પહેલાં રાહતનો નિર્ણય, 31 ડિસેમ્બર સુધી મળશે છૂટ!
Last Updated: 09:26 AM, 23 October 2026
ADVERTISEMENT
રસોડામાં દરરોજ ઉપયોગમાં આવતી ખાંડના ભાવને લઈને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં ખાંડ હજુ સસ્તી થઈ શકે છે. કેન્દ્ર સરકારે ખાંડના ભાવને નિયંત્રણમાં રાખવા અને બજારમાં તેની અછત ન સર્જાય તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી ફ્રી આયાત કરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી છે. એટલું જ નહીં, ખાંડનો વધુ પડતો સંગ્રહ કરતા વેપારીઓ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી બજારમાં ખાંડનો પુરવઠો વધવાની અને ભાવમાં વધુ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેન્દ્ર સરકારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી ફ્રી આયાત માટેની સમયમર્યાદા 31 ઓક્ટોબરથી વધારીને 31 ડિસેમ્બર કરી છે. 22 ઓક્ટોબર, ગુરુવારે જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચનામાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. હવે આયાતકારો 31 ડિસેમ્બર સુધી કોઈ આયાત ડ્યુટી ચૂકવ્યા વગર કાચી ખાંડની આયાત કરી શકશે. આ નિર્ણયથી આયાતકારોને ખાંડની ખરીદી અને પુરવઠાની વ્યવસ્થા કરવા માટે વધારાના બે મહિનાનો સમય મળશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવાનો અને ભાવને નિયંત્રણમાં રાખવાનો છે.
ADVERTISEMENT
ખાંડના ભાવ અને પુરવઠા પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. નવા નિયમ મુજબ, વેપારીઓ હવે વધુમાં વધુ 1,000 ક્વિન્ટલ ખાંડનો જ સંગ્રહ કરી શકશે. આ નિયમ 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. અગાઉ ઓગસ્ટમાં વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 4,000 ક્વિન્ટલ હતી, જેને 15 સપ્ટેમ્બરથી ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરવામાં આવી હતી. હવે આ મર્યાદા ફરી ઘટાડીને 1,000 ક્વિન્ટલ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓએ ખાંડનો જથ્થો મળ્યાના 30 દિવસની અંદર તેનું વેચાણ કરવું પડશે.
ADVERTISEMENT
સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ખાંડની સંગ્રહખોરી અટકાવવાનો છે. કેટલાક વેપારીઓ વધુ નફો મેળવવા માટે જરૂર કરતાં વધુ ખાંડનો સંગ્રહ કરી શકે છે, જેના કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાવાની શક્યતા રહે છે. આવી સ્થિતિને રોકવા માટે સરકારે સ્ટોક મર્યાદા ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકારને આશા છે કે આ પગલાથી ખાંડની ખરીદી અને વેચાણમાં થતી સટ્ટાબાજી પર નિયંત્રણ આવશે. સાથે જ બજારમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે અને ભાવ પર બિનજરૂરી દબાણ ઘટશે.
ADVERTISEMENT
ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનામાં ખાંડના ભાવ ટોચ પર પહોંચ્યા હતા. જોકે, ત્યારબાદ ખાંડના સરેરાશ છૂટક ભાવમાં આશરે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ખાંડ મિલોના સ્તરે ભાવમાં લગભગ 28 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયે સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં ખાંડના ભાવમાં હજુ વધુ ઘટાડો થઈ શકે છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી બજારમાં ખાંડનો પુરવઠો જળવાઈ રહે અને સામાન્ય ગ્રાહકોને વાજબી ભાવે ખાંડ મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ખાંડ મિલો, વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓને બજારમાં ખાંડનો સતત પુરવઠો જાળવી રાખવા માટે સૂચના આપી છે. કોઈપણ વેપારી ખાંડનો વધુ પડતો સંગ્રહ કરીને બજારમાં કૃત્રિમ અછત ઊભી ન કરે તે માટે પણ સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ખાંડ મિલોને તેમના વિસ્તારમાં હવામાન અને શેરડીના ઉત્પાદનની સ્થિતિને ધ્યાનમાં રાખીને શેરડીનું પિલાણ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી ખાંડનું ઉત્પાદન અને પુરવઠો યોગ્ય રીતે જળવાઈ રહે.
ખાંડના ભાવની સાથે સરકાર શેરડીના ઉત્પાદન પર પણ નજર રાખી રહી છે. અલ નીનોના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડવાની શક્યતા રહે છે, જેની અસર શેરડીના ઉત્પાદન પર પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર હવામાન અને શેરડીના પાકની સ્થિતિનું સતત નિરીક્ષણ કરશે. સરકારનો પ્રયાસ છે કે ખાંડના ઉત્પાદનમાં કોઈ મોટી મુશ્કેલી ન સર્જાય અને ગ્રાહકોને વાજબી ભાવે ખાંડ મળી રહે. સાથે જ શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતોનું પણ રક્ષણ થાય.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT