ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલ આઝાદ, અઢી વર્ષ બાદ જેલની બહાર આવ્યો

BIG NEWS / અમદાવાદમાં 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલ આઝાદ, અઢી વર્ષ બાદ જેલની બહાર આવ્યો

Published By: Vishal Khamar

Last Updated: 09:01 PM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મુખ્ય આરોપી તથ્ય પટેલ બે વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચકચારી અકસ્માત કેસના આરોપીને જામીન આપ્યા છે.

ADVERTISEMENT

અમદાવાદના ઈસ્કોન અકસ્માત કેસમાં દોષિત આરોપી તથ્ય પટેલને લાંબા સમય બાદ સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. લગભગ 2 વર્ષ 10 મહિના જેલમાં વિતાવ્યા બાદ તે આજે જેલમાંથી બહાર આવ્યો છે.

સુપ્રિમ કોર્ટે તથ્ય પટેલને જામીન આપ્યા

સુપ્રિમ કોર્ટે આરોપીને જામીન આપતાં 1 કરોડ રૂપિયાનું બોન્ડ ભરવાની શરત મૂકી હતી, જે પૂર્ણ થયા બાદ તેને મુક્તિ મળી હતી

અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા

આ કેસ 19 જુલાઈ 2023ના રોજ થયેલા ભયાનક અકસ્માત સાથે જોડાયેલો છે. જેમાં તથ્ય પટેલે પૂરપાટ ગતિએ કાર ચલાવી હતી. આ ઘટનામાં 24 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાંથી 9 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતના બે દિવસ બાદ તથ્યના પિતાની ધરપકડ કરી હતી

ઘટનાના બે દિવસ બાદ 21 જુલાઈ 2023ના રોજ આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

2 વર્ષ 10 મહિના તથ્ય જેલમાં રહ્યો

19 જુલાઈ 2023ની રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલા ભયાનક અકસ્માત મામલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દરમિયાન મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી. આરોપીના વકીલ આઈ.એચ. સૈયદ અને ઝીલ શાહે દલીલ કરી હતી કે કેસમાં કુલ 191 સાક્ષીઓમાંથી 29 સાક્ષીઓની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના સાક્ષીઓની તપાસ હજુ બાકી છે. કોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું કે આરોપી સામે IPCની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) હેઠળ કેસ ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી અને તે લગભગ 2 વર્ષ 10 મહિના જેલમાં રહી ચૂક્યો છે. કોર્ટમાં મૃતકોના પરિવારોને વળતર આપવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રાયલ હજુ ચાલુ હોવાથી આ તબક્કે કોઈ પણ પ્રકારનો વળતર સંબંધિત નિર્ણય કેસની પ્રક્રિયા પર અસર કરી શકે છે.

તથ્ય સહિત તેના પિતા સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

આ ઘટના 19 જુલાઈ 2023ની મધરાત બાદ બની હતી. જ્યારે તથ્ય પટેલે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ભેગા થયેલા લોકોના ટોળા પર પોતાની જેગુઆર કાર ચઢાવી દીધી હતી. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયા હતા અને 13 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાએ સમગ્ર રાજ્ય અને દેશને હચમચાવી દીધા હતા. ત્યારબાદ આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો હતો અને તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો.

7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી

પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને માત્ર 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. તેમાં IPCની કલમ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114 અને 118 સહિત મોટર વાહન અધિનિયમની કલમો પણ ઉમેરવામાં આવી હતી. ચાર્જશીટમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ, FSL રિપોર્ટ, પંચનામા અને અનેક સાક્ષીઓના નિવેદનો સહિત મહત્વપૂર્ણ પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એક વર્ષ સુધી ખેતીની જમીન NA નહીં થઈ શકે, સરકારે લીધો આ મોટો નિર્ણય

આરટીઓ દ્વારા આરોપીનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કર્યું

આ ગંભીર ઘટનાના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા આ બાબતે અમદાવાદ RTO ને જાણ કરતા આરટીઓ દ્વારા આરોપીનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ હવે તે કાયદેસર રીતે ભારતમાં ક્યારેય વાહન ચલાવી શકશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Tathya Patel Tathya Patel ISKCON Bridge Accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ