ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં એક વર્ષ સુધી ખેતીની જમીન NA નહીં થઈ શકે, સરકારે લીધો આ મોટો નિર્ણય

ગાંધીનગર / ગુજરાતમાં એક વર્ષ સુધી ખેતીની જમીન NA નહીં થઈ શકે, સરકારે લીધો આ મોટો નિર્ણય

Published By: Vishal Khamar

Last Updated: 10:21 PM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એક વર્ષ સુધી ખેતીની જમીન NA થઈ શકશે નહી.

ADVERTISEMENT

ગાંધીનગર: રાજ્ય સરકારે ખેતીની જમીનોના રૂપાંતરણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર હવે આગામી એક વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતી (NA)માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવશે.

રાજ્ય સરકારનો ખેતીની જમીન માટે પરિપત્ર

સરકારના આ નિર્ણયથી ખેતીની જમીનના વેપાર અને સંપાદનને લગતી પ્રવૃત્તિઓ પર સીધી અસર જોવા મળશે. ખાસ કરીને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ અને સંપાદન પ્રક્રિયામાં આવતી જમીનોને લઈને થતા સોદા પર બ્રેક લાગશે.

ખેતીની જમીન બિન ખેતી કરાવવાની MO પર લાગશે બ્રેક

માહિતી અનુસાર, ખેતીની જમીન બિનખેતી કરાવવા માટે આપવામાં આવતી મંજૂરી (MO) પર પણ તાત્કાલિક અસરથી રોક મૂકવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પગલાથી જમીનના ભાવમાં કૃત્રિમ વધારો અટકશે તેમજ ખેડૂતોના હિતોનું રક્ષણ થશે.

આ પણ વાંચોઃ 'ગેરકાયદેસર લોકોને આશરો આપનાર સામે ગુનો' હર્ષ સંઘવીએ ઓપરેશન 'ડેલ્ટા હન્ટ' પર આપી મોટી જાણકારી

સંપાદનમાં જતી જમીનનો વેપલો હવે થશે બંધ

રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જમીન વિકાસ સાથે સંકળાયેલા વર્ગોમાં ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ, ખેડૂતોના હિતમાં લેવાયેલા પગલા તરીકે પણ આ નિર્ણયને જોવામાં આવી રહ્યો છે. આ અંગે વધુ સ્પષ્ટતા અને અમલીકરણની વિગતો માટે સંબંધિત વિભાગો દ્વારા આગામી દિવસોમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Agricultural Land State Government Bhupendra Patel

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ