ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 'ગેરકાયદેસર લોકોને આશરો આપનાર સામે ગુનો' હર્ષ સંઘવીએ ઓપરેશન 'ડેલ્ટા હન્ટ' પર આપી મોટી જાણકારી
Last Updated: 05:34 PM, 3 June 2026
ADVERTISEMENT
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવેલા વિશેષ "ઓપરેશન ડેલ્ટા હંટ" અંતર્ગત ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 362 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
6,200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓના ડેટા અને દસ્તાવેજોની ચકાસણી
છેલ્લા અનેક દિવસોથી રાજ્યના વિવિધ શહેરોમાં સાયબર એક્સલન્સ સેન્ટર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચલાવી હતી. આ દરમિયાન 6,200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓના ડેટા અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
780 વ્યક્તિઓની તપાસ ચાલી રહી છે
ADVERTISEMENT
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ આશરે 780 વ્યક્તિઓની તપાસ ચાલી રહી છે અને મોડી રાત સુધી ચકાસણીની કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક જ રાત્રિમાં આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને પકડવાની કાર્યવાહી ગુજરાત પોલીસ માટે ઐતિહાસિક સફળતા ગણાઈ રહી છે.
ADVERTISEMENT
નોકરી અને રહેઠાણ ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિઓની પણ તપાસ શરૂ કરાશે
આ ઉપરાંત પોલીસની અન્ય વિશેષ ટીમો દ્વારા આવા લોકોને નોકરી અને રહેઠાણ ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિઓ અને સંસ્થાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા જો જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર ગેરકાયદેસર રીતે દેશમાં રહેલા લોકોને આશરો આપતી હોવાનું સામે આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
નાકાબંધી દરમ્યાન 18 વ્યક્તિઓને ઝડપી પાડ્યા
ADVERTISEMENT
રાજ્યભરના મુખ્ય બસ મથકો, રેલવે સ્ટેશનો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન નાકાબંધી દરમિયાન વધુ 18 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં મોટો ખતરો
ઓપરેશન ડેલ્ટા હંટ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશન ડેલ્ટા હંટ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા લોકો તેમજ તેમને મદદરૂપ બનતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો