ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રિમાં પાવાગઢ પર પ્લાસ્ટિકનો ઢગલો, 35 હજાર કિલો કચરો મળતાં બોટલ પર પ્રતિબંધની તૈયારી!
Last Updated: 01:08 PM, 23 October 2026
ADVERTISEMENT
ચોમાસાની હરિયાળીથી છવાયેલા પાવાગઢમાં નવરાત્રી દરમિયાન ભક્તોની ભારે ભીડ ઊમટતાં પ્લાસ્ટિકના કચરાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. ૫૧ શક્તિપીઠોમાંના એક પાવાગઢના મહાકાળી મંદિરનાં દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે. મંદિરનાં દર્શન સાથે અહીંની મનમોહક ખીણો અને ધોધનો આનંદ માણવા આવતા પ્રવાસીઓની ભીડને કારણે પાવાગઢ અને આસપાસના મંદિરનગરમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા જોવા મળ્યા હતા. નવરાત્રીના નવ દિવસ દરમિયાન આશરે ૧૮ લાખ શ્રદ્ધાળુઓએ પાવાગઢની મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે નવરાત્રી દરમિયાન યાત્રિકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ લગભગ 40 ટકા વધી હતી. મોટા ભાગના શ્રદ્ધાળુઓ ખાદ્યસામગ્રી પ્લાસ્ટિકનાં પેકેટમાં લાવે છે, જ્યારે પાણીની બોટલો અને અન્ય વસ્તુઓનાં પ્લાસ્ટિકનાં આવરણો પણ સ્થળ પર જ ફેંકી દેવામાં આવે છે. પરિણામે સમગ્ર વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ફેલાયો હતો.
ADVERTISEMENT
પાવાગઢ વેલી અને આસપાસના માર્ગો પરથી દરરોજ કચરો એકત્રિત કરવા માટે વહીવટી તંત્રે ૨૩૦ સફાઈ કર્મચારીઓને કામગીરીમાં ઉતાર્યા હતા. નવરાત્રી દરમિયાન દિવસભર સફાઈ કરીને કચરો દૂર કરવામાં આવ્યો હતો. તેમ છતાં, કચરાનું પ્રમાણ એટલું મોટું હતું કે તેને એકત્રિત કરવું અને સ્થળ પરથી દૂર લઈ જવું તંત્ર માટે મોટો પડકાર બન્યો હતો.
ADVERTISEMENT
એકત્રિત કરાયેલો કચરો માલવાહક રોપવે ટ્રોલીઓ અને ગધેડાઓની મદદથી માચી ગામ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાંથી ટ્રકોમાં ભરીને કચરો હાલોલ ખાતેના ડમ્પિંગ સ્થળે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર સફાઈ કામગીરી દરમિયાન આશરે ૩૫,૦૦૦ કિલો પ્લાસ્ટિક વેસ્ટ (કચરો) એકત્રિત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પાવાગઢના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) જિજ્ઞેશ પટેલે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન ભીડમાં મોટો વધારો થતાં કચરાનું પ્રમાણ પણ વધ્યું હતું. જેટલી વધુ ભીડ, એટલો વધુ કચરો પાછળ રહી જાય છે. આ વર્ષે પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરવા માટે તંત્રએ દરરોજ વિશેષ વ્યવસ્થા કરવી પડી હતી. વહીવટી તંત્ર જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે અને લોકોને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. આ વર્ષની નવરાત્રી પહેલાં તંત્રએ પાવાગઢમાં એક વાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર, ખાસ કરીને પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કર્યો હતો. આ અંગે દરખાસ્ત મંગાવવા માટે જાહેર સૂચના પણ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
પ્રસ્તાવિત યોજનામાં શ્રદ્ધાળુઓને સ્ટીલની બોટલો આપવાની જોગવાઈ હતી. બોટલ માટે પરત મળવાપાત્ર ડિપોઝિટ લેવામાં આવવાની હતી, જે બોટલ પરત સોંપતી વખતે પાછી આપવામાં આપવાની હતી. આ ઉપરાંત, શ્રદ્ધાળુઓ પોતાની બોટલમાં પાણી ભરી શકે તે માટે સ્થળ પર અનેક વોટર કૂલર સ્થાપિત કરવાની પણ યોજના હતી. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રતિબંધનો તાત્કાલિક અમલ કરવો મુશ્કેલ હતો. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અનેક દુકાનદારોએ અગાઉથી જ મોટી માત્રામાં બોટલબંધ પાણીનો જથ્થો ખરીદી લીધો હતો. અચાનક પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોત તો તેમને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા હતી.
ADVERTISEMENT
પ્લાસ્ટિકના વધતા કચરાને નિયંત્રિત કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર આવતા વર્ષથી જૈવિક રીતે વિઘટિત થઈ શકે તેવી બાયોડિગ્રેડેબલ પાણીની બોટલો પૂરી પાડવા માટે એજન્સીઓ સાથે જોડાણ કરવાની શક્યતા પણ ચકાસી રહ્યું છે. સમુદ્ર સપાટીથી આશરે ૨,૭૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા પાવાગઢના પવિત્ર ડુંગર પર પ્લાસ્ટિકના કચરાનો બોજ ઘટાડવા માટે આ વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT