બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દેશમાં આજથી ચોમાસાનો વિધિવત પ્રારંભ!

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દેશમાં આજથી ચોમાસાનો વિધિવત પ્રારંભ!

Last Updated: 07:56 AM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસતા ગરમીથી આંશિક રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે રાજ્યના 16 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે નૈઋત્યનું ચોમાસું આજે કેરળ પહોંચે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. વાતાવરણમાં સતત પલટો

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે. વરસાદી માહોલ સર્જાતા ગરમીના પ્રકોપમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે અને લોકોમાં રાહતનો અનુભવ થયો છે. આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કુલ 16 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, અમરેલી અને સુરત સહિત રાજ્યના કુલ 16 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી પ્રવૃત્તિના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં ગરમીમાંથી વધુ રાહત મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ચોમાસું આજે કેરળમાં દસ્તક

બીજી તરફ દેશભરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બનેલું નૈઋત્યનું ચોમાસું આજે કેરળમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ અને અરબી સમુદ્રના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે અત્યંત સાનુકૂળ ભૌગોલિક અને હવામાનીય પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જેના કારણે ચોમાસાની ગતિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 22°N/97°E સુધી વિસ્તરેલી હોવાનું જણાવાયું

હાલ ચોમાસાની ઉત્તરીય મર્યાદા અરબી સમુદ્રના 10°N/60°E બિંદુથી લઈને બંગાળની ખાડીના 22°N/97°E સુધી વિસ્તરેલી હોવાનું જણાવાયું છે. સાથે જ બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં પણ અનુકૂળ વાતાવરણ યથાવત રહેતા ચોમાસું વધુ ઝડપથી આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 42.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર

રાજ્યમાં ગઇકાલે 3 જૂન 2026ના રોજ નોંધાયેલા મહત્તમ તાપમાન પર નજર કરીએ તો રાજકોટ 42.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ અમરેલીમાં 41.7 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી, અમદાવાદમાં 40.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત ભુજમાં 39.5, ભાવનગરમાં 38.9, વડોદરામાં 38.2 અને કંડલા પોર્ટમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અન્ય શહેરોની વાત

અન્ય શહેરોની વાત કરીએ તો કેશોદમાં 37.5, નલિયામાં 36.2, સુરતમાં 35.6, મહુવામાં 35.4, દ્વારકામાં 35.2, પોરબંદરમાં 35.1 અને ઓખામાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યના ઠંડક અનુભવતા શહેરોમાં સામેલ રહ્યું હતું. આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા વચ્ચે ગુજરાતના હવામાન પર સૌની નજર ટકેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Gujarat Weather Monsoon Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ