ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણાના શોભાસણમાં કરુણ અકસ્માત, માલગાડીની અડફેટે ત્રણ કિશોરોના મોત, ગામમાં શોકની લાગણી

દુઃખદ / મહેસાણાના શોભાસણમાં કરુણ અકસ્માત, માલગાડીની અડફેટે ત્રણ કિશોરોના મોત, ગામમાં શોકની લાગણી

Published By: Vishal Khamar

Last Updated: 11:22 PM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના શોભાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેનની અડફેટે આવી જતા ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા.

ADVERTISEMENT

મહેસાણા જિલ્લાના શોભાસણ ગામ નજીક બુધવારે સાંજે બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન કરી દીધું છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે માલગાડીની અડફેટે આવતા ત્રણ કિશોરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતાં. આ હૃદયદ્રાવક અકસ્માત બાદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ત્રણ કિશોરો રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા

માહિતી અનુસાર, સાંજે આશરે 4:26 વાગ્યે શોભાસણ ગામના ઠાકોરવાસ વિસ્તારમાં રહેતા ત્રણ કિશોરો રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઝડપથી આવી રહેલી માલગાડીની અડફેટે તેઓ આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય કિશોરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

મૃતકોના નામ

મૃતકોમાં 15 વર્ષીય જીગ્નેશ હમીરજી ઠાકોર (15), મૌલિકજી ફતેહસિંહ ઠાકોર (16) અને યુવરાજ રણજીતજી ઠાકોર (14)નો સમાવેશ થાય છે. ત્રણેય વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે પોતાના ભવિષ્યના સપનાઓ ગૂંથી રહ્યા હતા, પરંતુ અચાનક બનેલી આ ઘટનાએ પરિવારોને અસહ્ય આઘાત આપ્યો છે.

ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ જ્ઞાન સહાયક ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, વયમર્યાદા કરાઈ આટલી

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર શોભાસણ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે અને ગામલોકો દ્વારા મૃતક કિશોરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

train accident Mehsana Mehsana news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ