ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / જ્ઞાન સહાયક ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, વયમર્યાદા કરાઈ આટલી

ગાંધીનગર / જ્ઞાન સહાયક ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, વયમર્યાદા કરાઈ આટલી

Published By: Vishal Khamar

Last Updated: 10:54 PM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાન સહાયક ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં સુધારો કરાયો છે.

ADVERTISEMENT

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં સુધારા કરીને મહત્તમ વયમર્યાદા 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.

નવી જોગવાઈ મુજબ ધોરણ 1 થી 5 તેમજ ધોરણ 6 થી 8 માટેની ભરતીમાં TAT પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત જિલ્લાવાર ખાલી જગ્યાઓ માટે મેરિટ કમ પ્રેફરન્સના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

રાજ્યની અનેક શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે જિલ્લા શિક્ષણ તંત્રને નવી માર્ગદર્શિકા મોકલવામાં આવી છે.

સુધારેલા નિયમોમાં પ્રતિક્ષા યાદી (વેઇટિંગ લિસ્ટ) તૈયાર કરવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે, જેથી જરૂરિયાત ઊભી થાય ત્યારે ઝડપથી ભરતી કરી શકાય.

સરકારે સ્પષ્ટતા કરી છે કે જો સંબંધિત શાળામાં નિયમિત શિક્ષક હાજર થાય અથવા બદલીના કારણે શિક્ષકની નિમણૂક થાય, તો જ્ઞાન સહાયકની કરાર આધારિત સેવા સમાપ્ત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતના સરથાણામાં રસ્તા પર બેફામ રીતે કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ થયો, પોલીસ લેશે એક્શન?

જો કે, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા કરાર આધારિત નિમણૂક કરવાની વર્તમાન પ્રક્રિયા યથાવત્ રાખવામાં આવી છે. નવા નિયમોથી ભરતી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે અને શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gyan Sahayak Recruitment State Government Gyan Sahayak

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ