બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનું મોટું એલાન, DAમાં વધારો, એરિયર્સ પણ મળશે
Last Updated: 08:16 AM, 4 June 2026
ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં એક વધુ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં વિભાગ દ્વારા 2 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ અનુસાર રાજ્યમાં હજુ પણ પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા બાકી રહેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં નોંધપાત્ર વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાના તફાવત અને એરિયર્સની રકમ કર્મચારીઓને તબક્કાવાર ચૂકવવામાં આવશે, જેના કારણે હજારો કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત પાત્ર કર્મચારીઓને પણ આ નિર્ણયનો સીધો લાભ મળશે. નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ પાંચમા પગાર પંચ હેઠળ મુખ્ય પગાર મેળવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના ધોરણો તેમજ નાણાં વિભાગની પુખ્ત વિચારણા બાદ અલગ-અલગ સમયગાળાને આધારે મોંઘવારી ભથ્થાના નવા દરો નક્કી કરવામાં આવ્યા છે. પરિપત્ર મુજબ 1 જુલાઈ 2022થી મોંઘવારી ભથ્થું 369 ટકા, 1 જાન્યુઆરી 2023થી 412 ટકા, 1 જુલાઈ 2023થી 427 ટકા અને 1 જાન્યુઆરી 2024થી 443 ટકા ચૂકવવામાં આવશે. આ વધારાથી કર્મચારીઓને મોંઘવારી સામે વધુ રાહત મળશે.

ADVERTISEMENT
સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવા મંજૂર થયેલા દરો મુજબનો લાભ જૂન-2026થી ચૂકવવામાં આવશે. ઉપરાંત જાન્યુઆરી-2026ના પગાર સાથે વધારાના લાભની અસર પણ કર્મચારીઓને મળશે. લાંબા સમયથી રાહ જોવાતી આ જાહેરાતથી કર્મચારીઓ અને અધિકારીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
મહત્વની બાબત એ છે કે 1 જુલાઈ 2021થી 1 જાન્યુઆરી 2024 સુધીના સમયગાળાના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ કર્મચારીઓને હપ્તાવાર ચૂકવવામાં આવશે. એરિયર્સની મોટી રકમ એકસાથે નહીં પરંતુ તબક્કાવાર ચૂકવવાના નિર્ણયથી રાજ્ય સરકાર પર નાણાકીય ભાર પણ નિયંત્રિત રહેશે અને કર્મચારીઓને તેમનો હકનો લાભ પણ મળશે.
ADVERTISEMENT
રાજ્ય સરકારના નિયમિત કર્મચારીઓ ઉપરાંત પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓ માટે આ નિર્ણય લાભદાયી સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.