ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના શેમળા ગામે કરુણ દુર્ઘટના, ઓરિયા તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત
Last Updated: 03:20 PM, 5 June 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લામાં આવેલા શેમળા ગામે શુક્રવારે હૃદયવિદારક દુર્ઘટના સર્જાઈ હતી. ગામના ઓરિયા તળાવમાં રમવા ગયેલા ચાર બાળકો પાણીમાં ડૂબી જતા ભારે અરેરાટી ફેલાઈ હતી. ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકની હાલ સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, શ્રમજીવી પરિવારના ચાર બાળકો તળાવ નજીક રમવા ગયા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ઉતરી જતા ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમ તરત જ સ્થળે પહોંચી હતી અને બાળકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેની સારવાર ચાલુ છે.
આ પણ વાંચોઃ અમદાવાદના બોપલ મેકડોનાલ્ડ્સનો મોટો છબરડો! વેજ બર્ગરની જગ્યાએ આવ્યું નોનવેજ
ADVERTISEMENT
આ કરુણ ઘટનાથી સમગ્ર શેમળા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોના પરિવારો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને તળાવ આસપાસ સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવા અંગે પણ વિચારણા હાથ ધરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.