ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના બોપલ મેકડોનાલ્ડ્સનો મોટો છબરડો! વેજ બર્ગરની જગ્યાએ આવ્યું નોનવેજ
Last Updated: 02:44 PM, 5 June 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ખાણી-પીણીના શોખીનો માટે જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાતી બ્રાન્ડ્સ હવે ગ્રાહકોના આરોગ્ય અને તેમની ધાર્મિક લાગણીઓ સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ તાજેતરમાં જ મોકા કેફેમાં વંદો અને જીવડા નીકળવાની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં બોપલ વિસ્તારમાં વધુ એક ગ્રાહક માટે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવો ભારે પડી ગયો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર અને ફૂડ લવર્સમાં ભારે ચર્ચા જગાવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર, બોપલ વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે જાણીતી ફૂડ ચેઈન 'મેકડોનાલ્ડ્સ' (McDonald's) માંથી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ દ્વારા શુદ્ધ શાકાહારી (વેજ) બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ગ્રાહક જ્યારે ખૂબ જ ઉત્સાહથી પોતાનો ઓર્ડર ઓપન કરીને ખાવા બેઠો, ત્યારે તેના હોશ ઊડી ગયા હતા.
ADVERTISEMENT
ઓનલાઈન ઓર્ડર કરાયેલા આ ફૂડમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલી દેવામાં આવ્યું હતું. જે ગ્રાહકો ચુસ્ત શાકાહારી છે અને ધાર્મિક નિયમો પાળે છે, તેમના માટે આ પ્રકારની ભૂલ કોઈ મોટા આઘાતથી કમ નથી.આ ગંભીર ભૂલ અંગે ગ્રાહકે તાત્કાલિક બોપલ સ્થિત મેકડોનાલ્ડ્સના આઉટલેટ પર જઈને જવાબદાર સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી.
ADVERTISEMENT
જો કે, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ હોવા છતાં ત્યાંના સ્ટાફ અને સંચાલકોનું વલણ અત્યંત શરમજનક રહ્યું હતું. પોતાની ભૂલ સ્વીકારીને ગ્રાહકની માફી માંગવાને બદલે મેકડોનાલ્ડના સંચાલકોએ ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આટલું જ નહીં, આઉટલેટના મેનેજમેન્ટે પોતાની ભૂલ સ્વીકારવામાં ભારે આનાકાની કરી હતી અને ગ્રાહકને જ ખોટો સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરતમાં કીમ રેલ્વે સ્ટેશન નજીક બે યુવકો જાહેરમાં બિયર પીતા કેમેરામાં કેદ
અમદાવાદમાં સતત સામે આવી રહેલી આવી ઘટનાઓ બાદ હવે ગ્રાહકોમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું મલ્ટીનેશનલ બ્રાન્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ વસ્તુઓ ભેગી રાખવામાં આવે છે? આ પ્રકારની બેદરકારી બદલ તંત્ર દ્વારા કડક પગલાં લેવાય તે ખૂબ જ જરૂરી બન્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ