ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં કીમ રેલ્વે સ્ટેશન નજીક બે યુવકો જાહેરમાં બિયર પીતા કેમેરામાં કેદ
Last Updated: 11:55 AM, 5 June 2026
ADVERTISEMENT
ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના કાયદાના ફરી એકવાર સરેઆમ ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. આ વખતનો આ ચોંકાવનારો કિસ્સો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા હેઠળ આવતા કીમ વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિની પોલ ખોલતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વાયરલ વીડિયોની પ્રાપ્ત વિગતો અનુસાર, કીમ રેલ્વે સ્ટેશનની બિલકુલ નજીક આવેલા એક જાહેર સ્થળ પર 2 યુવકો કોઈ પણ જાતના ડર વિના ખુલ્લેઆમ બિયર પીતા કેમેરામાં કેદ થયા છે. સામાન્ય રીતે જ્યાં લોકોની સતત અવરજવર રહેતી હોય તેવા રેલ્વે સ્ટેશન જેવા સંવેદનશીલ જાહેર વિસ્તારમાં આ નશાબાજો કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ બિન્દાસ રીતે નશાની મજા માણી રહ્યા હતા. આ દ્રશ્યો સ્થાનિક નાગરિકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા, જે હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છે.
ADVERTISEMENT
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ નશાબાજોને સ્થાનિક પોલીસ અથવા ખાખી વર્દીનો સહેજ પણ ખોફ કે ડર ન હોય તેવું તેમની હરકતો પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. જાણે કે ગુજરાતમાં દારૂબંધી જેવો કોઈ નિયમ જ અસ્તિત્વમાં ન હોય, તેમ આ યુવકોએ ધોળા દિવસે જાહેરમાં દારૂની મહેફિલ માણીને પોલીસ તંત્રને સીધો પડકાર ફેંક્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ પાસપોર્ટ કચેરીથી આવ્યા મોટા સમાચાર, લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
ADVERTISEMENT
કીમ પંથકમાં અવારનવાર આવી પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચાઓ વચ્ચે આ વાયરલ વીડિયોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વીડિયો વાયરલ થયા બાદ સુરત ગ્રામ્ય પોલીસ આ નશાબાજો સામે કેવા કડક પગલાં ભરે છે
સંકળાયેલા મુદ્દાઓ