બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ઉઘડતી સ્કૂલે પાઠ્ય પુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય, રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો નિર્ણય

ગુજરાત / ઉઘડતી સ્કૂલે પાઠ્ય પુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય, રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો નિર્ણય

Nidhi Panchal

Last Updated: 02:24 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય તંગદિલી અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના વાલીઓ માટે એક ખૂબ જ રાહત સમાન સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકોની કિંમતો સ્થિર રાખવાનો મોટો નિર્ણય કર્યો છે

વર્તમાન સમયમાં ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભયાનક અસર વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ વૈશ્વિક કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ, ગેસ સહિત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર મોટો વધારો થયો છે. આવી જ નકારાત્મક અસર વિદેશથી આયાત થતી દરેક નાની-મોટી ચીજ વસ્તુઓ પર પણ પડી રહી છે. શૈક્ષણિક ક્ષેત્રની વાત કરીએ તો, પુસ્તકો બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ખાસ પ્રકારનો કાગળ પણ વિદેશથી આયાત કરવામાં આવે છે, જેના કારણે રો-મટિરિયલ (કાચા માલ)ના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઉછાળો આવ્યો છે.

school-exam

ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી ગયો

આ સિવાય બહારથી મંગાવવામાં આવતા કાચા માલ અને ઈંધણના મોંઘા દરને કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી ગયો છે, જેની સીધી અસર પાઠ્યપુસ્તકોના ઉત્પાદન ખર્ચ પર પડી છે. જો કે, આ કપરી પરિસ્થિતિમાં પણ મોંઘવારીનો આર્થિક બોજ વાલીઓ પર ન પડે તે હેતુસર ગુજરાત સરકારે સરકારી પાઠય પુસ્તકોમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો નહીં કરવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો હોવાનું પાઠય પુસ્તક બોર્ડના ચેરમેન મનુભાઈ પાવરાએ સત્તાવાર રીતે જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બોર્ડના તમામ પુસ્તકો વાલીઓ અને વિદ્યાર્થીઓને જૂના ભાવથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વર્તમાન સ્થિતિ અંગે એક મહત્વની સ્પષ્ટતા

જો કે, તેમણે વર્તમાન સ્થિતિ અંગે એક મહત્વની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સની સમસ્યાઓના કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓને મળી રહે તેવી બોર્ડ તરફથી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને તેની તડામાર કામગીરી ચાલી રહી છે. તેમ છતાં, વિતરણ પ્રક્રિયામાં થોડો વિલંબ થવાની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વાલીઓને ઓનલાઇન દરેક પુસ્તકો ડિજિટલ ફોર્મેટમાં જોવા મળી રહેશે.

આ પણ વાંચો : હવે ગાંધીનગરના રસ્તા પર દોડશે ઇલેક્ટ્રિક બસ, ટૂંક સમયમાં થશે પ્રારંભ

બીજી તરફ, બજારની વાસ્તવિકતા પર નજર કરીએ તો આ તમામ પરિબળો સંયુક્ત રીતે ભેગા મળવાને કારણે ખાનગી પ્રકાશનો (Private Publications) દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ વિષયોની ગાઈડ અને રેફરન્સ બુક્સના ભાવમાં સીધો 20% થી 25% ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે સામાન્ય વાલીઓનું બજેટ ખોરવી નાખશે. આ સાથે જ સરકારી અને ખાનગી શાળાઓમાં ચાલતા NCERT તેમજ અન્ય બોર્ડના સત્તાવાર પાઠ્યપુસ્તકોની કિંમતોમાં પણ આ વર્ષે અંદાજે 10% જેટલો ભાવવધારો અમલી કરી દેવામાં આવ્યો છે. માત્ર વાંચવાના પુસ્તકો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે રોજેરોજ જરૂરી એવી નોટબુક્સ, ફૂલસ્કેપ બુક્સ અને અન્ય સ્ટેશનરીની વસ્તુઓમાં પણ ૧૫% થી ૨૦% ટકાનો મોટો ભાવવધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત સરકારનો આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે સંજીવની સમાન સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hike Decision Manubhai Pavra Gujarat Textbook Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ