બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:44 PM, 5 June 2026
ભારત સરકાર દ્વારા વિદેશી રોકાણકારો (FIIs) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, નિર્ધારિત વિદેશી રોકાણકારોને ભારતીય સરકારી બોન્ડ્સ (Government Securities - G-Secs)માં કરેલા રોકાણમાંથી મળતી આવક પર ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે. સરકારે આ માટે અધ્યાદેશ (Ordinance) પણ જાહેર કર્યો છે અને આવકવેરા કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. નવા નિયમ હેઠળ ઇનકમ ટેક્સ કાયદાના શેડ્યૂલ-4માં બે નવા પ્રાવધાન 13D અને 13E ઉમેરવામાં આવ્યા છે. આ પ્રાવધાનો દ્વારા કેટલાક વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડમાંથી મળતી આવક પર ટેક્સની છૂટ આપવામાં આવશે.
ADVERTISEMENT
સરકારનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ વિદેશી રોકાણકારોને ભારતીય બોન્ડ માર્કેટ તરફ આકર્ષવાનો છે. જ્યારે વિદેશી રોકાણકારોને ટેક્સમાં રાહત મળશે ત્યારે તેઓ ભારતના સરકારી બોન્ડમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત થશે. તેના કારણે દેશમાં વિદેશી મૂડી (Foreign Capital)નો પ્રવાહ વધશે અને સરકાર માટે બજારમાંથી નાણાં એકત્ર કરવાનું વધુ સરળ બનશે.
ADVERTISEMENT
વિશેષજ્ઞોનું માનવું છે કે વિદેશી રોકાણ વધવાથી ભારતીય રૂપિયાને પણ મજબૂતી મળી શકે છે. દેશમાં વધુ ડોલર આવવાથી વિદેશી મુદ્રા ભંડાર મજબૂત થશે જે લાંબા ગાળે અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મોદી સરકારના આ 4 મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, મળશે નવા ચહેરાઓને તક
ADVERTISEMENT
બીજી તરફ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પોતાની તાજેતરની મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. RBI ગવર્નરે જણાવ્યું કે 3, 4 અને 5 જૂને યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
RBIએ પોતાની પોલિસી સ્ટાન્સ પણ 'ન્યુટ્રલ' જ રાખી છે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા, ઊર્જાના વધતા ભાવ અને મોંઘવારીના જોખમોને ધ્યાનમાં રાખીને હાલમાં સાવચેતી રાખવી જરૂરી છે. આથી હાલ વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે આગામી મહિનાઓમાં આર્થિક સ્થિતિ અને વૈશ્વિક બજારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળના નિર્ણયો લેવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ભારતીય બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણ વધવાની શક્યતા છે. વધુ રોકાણ આવવાથી સરકારને સસ્તા દરે નાણાં મળી શકે છે અને અર્થવ્યવસ્થાને પણ ફાયદો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.