બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:49 PM, 5 June 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં ટૂંક સમયમાં ફેરબદલ થઈ શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કોઈપણ સમયે કેબિનેટ વિસ્તરણની જાહેરાત થઈ શકે છે અને કેટલાક નવા ચહેરાઓને મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં ભાજપે વિવિધ રાજ્યો માટે નવા પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક કરી છે. સાથે જ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. આ બંને નિર્ણયો બાદ કેટલાક કેન્દ્રીય મંત્રીઓના ભવિષ્ય અંગે સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT
ભાજપે કેન્દ્રીય રાજ્યમંત્રી પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બીજી તરફ કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપમાં "એક વ્યક્તિ, એક પદ"નો સિદ્ધાંત કડક રીતે અમલમાં છે. તેથી માનવામાં આવે છે કે બંને નેતાઓને ટૂંક સમયમાં મંત્રીપદ છોડવું પડી શકે છે. તેમની જગ્યાએ નવા ચહેરાઓને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
ADVERTISEMENT
ભાજપે તાજેતરમાં રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં બે કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ નહોતા, જેના કારણે રાજકીય અટકળો વધુ તેજ બની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યોર્જ કુરિયન હાલમાં મોદી કેબિનેટમાં એકમાત્ર ખ્રિસ્તી સમુદાયના મંત્રી છે અને તેઓ મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. બીજી તરફ રવનીત સિંહ બિટ્ટુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને તેમને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, પવન ખેડા-મલ્લીકાર્જુન ખડગે સહિતના દિગ્ગજો મેદાને
ADVERTISEMENT
બંને નેતાઓનો રાજ્યસભા કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તેમ છતાં ભાજપે તેમને ફરી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો નથી. આ કારણે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી કેબિનેટ વિસ્તરણમાં બંને મંત્રીઓને પણ પદ છોડવું પડી શકે છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ભાજપ આગામી લોકસભા અને રાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અને સરકાર બંનેમાં નવા ચહેરાઓને તક આપવા માંગે છે.
જો ચારેય મંત્રીઓ પદ છોડે છે તો મોદી કેબિનેટમાં ચાર જગ્યાઓ ખાલી થઈ શકે છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રદેશ અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા નેતાઓને મંત્રીપદ આપી શકે છે. હાલ સત્તાવાર રીતે કેબિનેટ વિસ્તરણ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ભાજપના તાજેતરના નિર્ણયો બાદ રાજકીય ગલિયારાઓમાં મોટા ફેરફારોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.