બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:01 PM, 5 June 2026
ભારતીય ક્રિકેટમાં એક મોટા ફેરફારે સૌને ચોંકાવી દીધા છે. ટી20 વર્લ્ડ કપ 2026 જીતાડનારા કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે ભારતીય ટી20 ટીમના કેપ્ટન રહ્યા નથી. તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. 2024માં રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ સંન્યાસ લીધો ત્યારે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તે સમયે હાર્દિક પંડ્યા પણ મજબૂત દાવેદાર હતા, પરંતુ ટીમ મેનેજમેન્ટે સૂર્યકુમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા પ્રમાણે BCCIએ આ નિર્ણય 2028ના આગામી ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીધો છે. હાલમાં 35 વર્ષના સૂર્યકુમાર યાદવની ઉંમર અને તેમની ઘટતી બેટિંગ ફોર્મ પસંદગીકારોની ચિંતાનું મુખ્ય કારણ બની છે.બોર્ડ હવે એવા ખેલાડીને આગળ લાવવા માંગે છે જે આગામી કેટલાક વર્ષો સુધી ટીમનું નેતૃત્વ કરી શકે.
ADVERTISEMENT
ક્રિકેટ વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે સૂર્યકુમારની કેપ્ટન્સી સામે કોઈ ખાસ ફરિયાદ નહોતી. તેમની આગેવાનીમાં ભારતે અનેક મોટી જીતો મેળવી હતી. પરંતુ તેમની બેટિંગ સતત નિરાશાજનક રહી હતી. એક સમયે 'મિસ્ટર 360' તરીકે ઓળખાતા સૂર્યકુમાર છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જેના કારણે ટીમમાં તેમની જગ્યા અંગે પણ સવાલો ઉઠવા લાગ્યા હતા.
ADVERTISEMENT
ભારતે ટી20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, પરંતુ સૂર્યકુમાર યાદવનું વ્યક્તિગત પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ટૂર્નામેન્ટની 9 ઇનિંગ્સમાં તેમણે માત્ર 242 રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઈક રેટ 136.72 રહ્યો હતો. અમેરિકા સામેની એક અડધી સદી સિવાય તેઓ મોટાભાગની મેચોમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
વર્લ્ડ કપ બાદ ચાહકોને આશા હતી કે IPLમાં સૂર્યકુમાર જૂના અંદાજમાં જોવા મળશે. પરંતુ ત્યાં પણ તેઓ ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. IPL 2026માં તેમણે 13 ઇનિંગ્સમાં માત્ર 270 રન બનાવ્યા હતા. તેમનો સરેરાશ 20.76 રહ્યો હતો જ્યારે સ્ટ્રાઈક રેટ 147.54 હતો. તેમની નબળી ફોર્મ મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શનનું પણ એક કારણ માનવામાં આવી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવેથી આ વ્યક્તિઓને મળશે Taxમાં મોટી રાહત, રોકાણકારોને જલસા, જાણો શું?
સૂર્યકુમારની સતત નિષ્ફળતા બાદ સોશિયલ મીડિયા પર પણ ચાહકો દ્વારા તેમને ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠવા લાગી હતી. ઘણા ક્રિકેટ ચાહકોનું માનવું હતું કે યુવા ખેલાડીઓને તક આપવાનો સમય આવી ગયો છે. આ વધતા દબાણ અને ખરાબ ફોર્મ વચ્ચે BCCIએ કેપ્ટન્સીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
કેપ્ટન્સી ગુમાવ્યા બાદ હવે સૂર્યકુમાર યાદવ માટે સૌથી મોટો પડકાર પોતાની બેટિંગ ફોર્મ પાછી મેળવવાનો રહેશે. જો આગામી સમયમાં તેમનું પ્રદર્શન સુધરશે નહીં તો માત્ર કેપ્ટન્સી જ નહીં પરંતુ ટીમમાં તેમની જગ્યા પણ જોખમમાં આવી શકે છે.એક વાત સ્પષ્ટ છે કે ભારતીય ક્રિકેટમાં હવે નવી દિશા અને નવા નેતૃત્વ તરફ આગળ વધવાનો સમય શરૂ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.