બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વનડાઉનમાં સાઈ સુદર્શન કે દેવદત્ત પડિક્કલ? ગૌતમ ગંભીરે ખોલ્યું રાજ

ક્રિકેટ / વનડાઉનમાં સાઈ સુદર્શન કે દેવદત્ત પડિક્કલ? ગૌતમ ગંભીરે ખોલ્યું રાજ

Nirav Kumar

Last Updated: 03:38 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન સામે રમાનાર એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂને શરુ થશે. જેના પહેલા ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયા માટે નંબર-3 પોઝિશન જાહેર કર્યું છે. જેમાં તેને સાઈ સુદર્શનને મોકો આપવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એક ટેસ્ટ મેચ 6 જૂનથી મુલ્લાનપુરમાં શરુ થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે નંબર-3 પોઝિશન જાહેર કરી છે. જેમાં ચેતેશ્વર પૂજારાના ગયા બાદ ભારતે નંબર-3 પોઝિશન પર ઘણા પ્લેયર્સને અજમાવ્યા છે પરંતુ કોઈ પણ લાંબો સમય ટકી શક્યું નથી. અફઘાનિસ્તાન સામેની ભારતીય ટીમને જોતા શુભમન ગિલ અને ગૌતમ ગંભીર પાસે નંબર-3 પોઝિશન માટે બે ઓપ્શન છે. જેમાં સાઈ સુદર્શન અને દેવદત્ત પડિકલનો સમાવેશ થાય છે. આ બંને પ્લેયર્સે ડોમેસ્ટિક સીઝન અને IPLમાં શાનદાર પરફોર્મ કર્યું છે. હવે ગૌતમ ગંભીરે જાહેર કર્યું છે કે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં નંબર-3 પર કોણ બેટિંગ કરશે.

ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે શુક્રવારે કહ્યું હતું કે, સાઈ સુદર્શનને નંબર-3 સ્લોટ પર અનેક મોકા મળ્યા નથી અને સંકેત આપ્યો હતો કે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર મેચ પહેલા ટેસ્ટ ફોર્મેટમાં દેવદત્ત પડિકલ કરતાં લેફ્ટઆર્મ બેટ્સમેનને પસંદ કરવામાં આવશે. ગંભીરે એમ પણ કહ્યું કે ટીમ ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસ માટે ચાર સ્પિનરો તૈયાર કરશે.

hiring vtv 1

ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "સાઈ સુદર્શનને યોગ્ય તક મળી નથી. તે મોટાભાગે ઈંગ્લેન્ડમાં રમ્યો છે અને મારું માનવું છે કે તે યોગ્ય મોકાનો હકદાર છે. "આપણે માત્ર 11 પ્લેયર્સ પસંદ કરી શકીએ છીએ અને સાઈ ખરાબ ફોર્મમાં નથી. તેને IPLમાં 700 રન બનાવ્યા છે. જો આપણે સાઈનું મૂલ્યાંકન 4-5 મેચના આધારે કરીએ તો આપણે ક્યારેય તેના વિશે કંઈ કરી શકીશું નહીં."

માનવ સુથાર અને હર્ષ દુબે લેફ્ટઆર્મ સ્પિનરો તરીકે પોતાનું સ્થાન બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. જે અંગે ગંભીરે કહ્યું કે, ભારતને શ્રીલંકામાં બે ટેસ્ટ મેચની સિરીઝ માટે અનેક સ્પિન બોલિંગ વિકલ્પો તૈયાર કરવાની જરૂર પડશે. ગંભીરે કહ્યું કે , "માનવ અને હર્ષ કંઈક અંશે સમાન છે પરંતુ રિલીઝ પોઈન્ટની દ્રષ્ટિએ પણ અલગ છે. આ મેચ અમને અમારા ચોથા સ્પિનર ​​પર નિર્ણય લેવાનો મોકો આપશે. કેમ કે અમે શ્રીલંકા ચાર સ્પિનરો લઈ જઈશું."

vtv hiring

ગંભીરે વધુમાં જણાવ્યું કે, "જ્યારે અમે ન્યુઝીલેન્ડ જઈશું ત્યારે અમારે અલગ રીતે તૈયારી કરવી પડશે. આથી અમે ટેસ્ટ રમતા અમુક ODI નિયમિત પ્લેયર્સને મેદાનમાં ઉતારીશું. અમે સમજીએ છીએ કે અમારે ટેસ્ટ માટે વધુ સારી તૈયારી કરવાની જરૂર છે." જેમાં ઋષભ પંતને દૂર કરવા પર બોલતા ગંભીરે કહ્યું કે "તેને બેટ્સમેનનો સપોર્ટ છે પરંતુ તેને ગેમની સિચુએશનને વધુ સારી રીતે સમજવાની જરૂર છે".

વધુ વાંચો : એ 3 કારણ, જેના લીધે છીનવાઇ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ!

ગંભીરે કહ્યું કે, "અમે નથી ઇચ્છતા કે ઋષભ પંત બદલાય. પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, ખેલાડીઓને મેચની પરિસ્થિતિનું સન્માન કરવાની માંગ કરવામાં આવે છે." ટીમ ઇન્ડિયા શનિવારથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાનનો સામનો કરશે. જે વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલનો ભાગ નથી. જેમાં હોમ ટીમ હાલમાં છઠ્ઠા ક્રમે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Gambhir Sai Sudarshan Devdutt Padikkal
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ