બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: 'કલ્યાણ, વિવેક અને વિશ્વશાંતિ માટે યોગ'ના વૈશ્વિક સંકલ્પ સાથે ક્રિયાયોગનો મહિમા
Last Updated: 03:50 PM, 5 June 2026
21 જૂન 2026ના રોજ આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યા છીએ. સપ્ટેમ્બર 2014માં ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પર દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પ્રસ્તાવ મુક્યો હતો. જેને ડિસેમ્બર 2014માં વિશ્વના મોટાભાગના દેશોએ સમર્થન આપીને સ્વિકાર કર્યો. તેનો મૂળ ઉદ્દેશ્ય ભારતની પ્રાચીન યોગ પરંપરાના અમૂલ્ય ઉપહારને સંપૂર્ણ વિશ્વ સાથે વહેંચવાનો હતો. ત્યારથી દર વર્ષે આ આયોજન વૈશ્વિક સ્તર પર વધુ વિસ્તૃત થઈ રહ્યું છે. આ વર્ષનો કેન્દ્રિય વિચાર છે 'કલ્યાણ, વિવેક અને વિશ્વશાંતિ માટે યોગ'.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતવર્ષના પ્રાચીન ઋષિઓ દ્વારા અન્વેષિત યોગ વિજ્ઞાન સંપૂર્ણ માનવ જાતિની વિરાસત છે. વર્તમાન સમયમાં તણાવ અને જવાબદારીઓના બોઝ તળે દબાયેલી માનવતા માટે યોગ એક સંજીવની સમાન છે. આજે વિશ્વ એ વાત સ્વિકારે છે કે યોગ ફક્ત શારિરિક વ્યાયામ સુધી સિમિત નથી પણ મન અને આત્માની ક્ષમતાઓના સંપૂર્ણ વિકાસ અને એક પૂર્ણ વિજ્ઞાન છે. જેનું સર્વોચ્ચ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ છે. યોગ સંસ્કૃત શબ્દ 'યુજ્' થી બનેલો છે. જેનો અર્થ છે 'જોડાવું'. વ્યક્તિગત આત્માનું પરમાત્મા સાથે એકત્વ જ યોગ છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદભગવતગીતા(6/46)માં યોગીની શ્રેષ્ઠતા જણાવતા કહ્યું છે,
ADVERTISEMENT
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक: । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ એટલે કે યોગી તપસ્વીઓથી પણ શ્રેષ્ઠ છે, તે જ્ઞાનિયોથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને સકામ કર્મ કરનારાથી પણ શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન.. તુ યોગી બન..
ADVERTISEMENT
આધુનિક યુગમાં મહાન ગુરુ પરંપરા મહાવતાર બાબાજી, લાહિરી મહાશય, સ્વામી શ્રી યુક્તેશ્વરજી અને શ્રી પરમહંસ યોગાનંદજીના માધ્યમથી આ રાજયોગ વિશ્વને પુન: પ્રદાન કરવામાં આવ્યો. મહાવતાર બાબાજીએ લુપ્ત થયેલા આ વિજ્ઞાનને પુનર્જિવિત કરીને તેને ક્રિયાયોગનું નામ આપ્યું. બાબાજીએ યોગાનંદજીને કહ્યું હતું : ઈશ્વર સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પ્રણાલી ક્રિયાયોગનો પ્રસાર દરેક દેશોમાં થશે અને મનુષ્યને પરમપિતાનો વ્યક્તિગત ઈન્દ્રિયાતીત અનુભવ કરાવીને તે રાષ્ટ્રો વચ્ચે સમાન બંધુત્વની ભાવના સ્થાપિત કરવામાં સહાયક બનશે.
ADVERTISEMENT
તેમની વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક કૃતિ "એક યોગીની આત્મકથા" અને પોતાની શિક્ષાઓના માધ્યમથી યોગાનંદજીએ સંતુલિત જીવન અને વૈજ્ઞાનિક ધ્યાન પધ્ધતિઓનો માર્ગ દેખાડ્યો. તેમણે વર્ષ 1917માં ભારતમાં 'યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા' અને વર્ષ 1920માં અમેરિકામાં 'સેલ્ફ રિયલાઈઝેશન ફેલોશિપ'ની સ્થાપના કરી હતી. તેમને પશ્ચિમી દેશોમાં 'યોગના જનક'ના રૂપમાં સન્માનિત કરવામાં આવે છે.
ADVERTISEMENT
યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા પોતાના આશ્રમો અને કેન્દ્રોના માધ્યમથી ગુરૂજીની ક્રિયાયોગ શિક્ષાઓનો પ્રસાર કરે છે. આ સંસ્થા યોગદા સત્સંગ પાઠમાલા પત્રિકાઓ અને ડિજિટલ માધ્યમોથી ભક્તોને માર્ગદર્શન આપે છે. યોગાનન્દજીએ યોગી કથામૃતમાં કહ્યું છે.. "ઈશ્વર કરે બધા લોકો એ સમજી જાય કે બધાજ માનવીય દુ:ખોને દૂર કરવા માટે આત્મજ્ઞાનની નિશ્ચિત, વૈજ્ઞાનિક પ્રવિધિ અસ્તિત્વમાં છે."
આ પણ વાંચો : હવેથી આ વ્યક્તિઓને મળશે Taxમાં મોટી રાહત, રોકાણકારોને જલસા, જાણો શું?
ક્રિયાયોગના અનુસરણથી વ્યક્તિની અંદર વિવેક જાગૃત થાય છે અને વિસ્તારિત ચેતનામાં તે અનુભવ કરે છે કે બધામાં એક જ પરમાત્મા વિદ્યમાન છે. આ એ માર્ગ છે જે સ્થાયી વિશ્વશાંતિને પ્રશસ્ત કરી શકે છે. વધુ જાણકારી માટે yssofindia.org
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.