બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / એન્ટ્રી બાદ 4 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDનું મોટું અપડેટ

photo-story

7 ફોટો ગેલેરી

Monsoon 2026 / એન્ટ્રી બાદ 4 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDનું મોટું અપડેટ

Last Updated: 04:54 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ત્રણ દિવસના વિલંબ બાદ ચોમાસાએ ૪ જૂને કેરળમાં સત્તાવાર દસ્તક આપી દીધી છે, જેના કારણે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે.

1/7

photoStories-logo

1. એન્ટ્રી બાદ 4 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDનું મોટું અપડેટ

દેશભરમાં પ્રવર્તી રહેલી અસહ્ય અને ભીષણ ગરમી વચ્ચે ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા નાગરિકો માટે આખરે રાહતના અને ટાઢક આપતા સમાચાર સામે આવ્યા છે. લાંબી પ્રતીક્ષા બાદ મેઘરાજાએ ભારતીય ઉપખંડમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. જો કે, હવામાન વિભાગના સામાન્ય અંદાજ કરતા આ વર્ષે ચોમાસું આશરે ત્રણ દિવસના વિલંબ સાથે ભારત પહોંચ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ચોમાસાએ કેરળમાં ધમાકેદાર એન્ટ્રી કરી

ગઈકાલે ગુરુવારે ચોમાસાએ દેશના પ્રવેશદ્વાર ગણાતા કેરળમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે, જેને પગલે દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં આહલાદક અને વરસાદી માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ તેજ પવન, વાવાઝોડા અને હળવા વરસાદનો દૌર શરૂ થઈ ચૂક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. હવામાન વિભાગનું અપડેટ

IMDના સત્તાવાર બુલેટિન અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગઈકાલે 4 જૂનના રોજ દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગોને આવરીને આગળ વધ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને કર્ણાટકના મોટાભાગના વિસ્તારો, તમિલનાડુ અને કોમોરિન વિસ્તારના બાકીના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે. એટલું જ નહીં, બંગાળની ખાડીમાં પણ સાનુકૂળ સ્થિતિ સર્જાતા ચોમાસું દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના ઘણા હિસ્સાઓ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસું ક્યારે પહોંચશે?

હવામાન વિભાગના ટ્રેકિંગ રિપોર્ટ અનુસાર આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ચોમાસું પહોંચવાની સંભવિત તારીખો આ મુજબ છે. મહારાષ્ટ્ર: 5 થી 10 જૂન દરમિયાન, ગોવા અને તેલંગાણા: 7 થી 8 જૂન સુધીમાં, મધ્યપ્રદેશ: 15 થી 20 જૂન વચ્ચે, પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહાર: 15 થી 20 જૂન દરમિયાન, ગુજરાત: 20 જૂન સુધીમાં (જ્યારે જૂનના અંતિમ સપ્તાહમાં સાર્વત્રિક એન્ટ્રીની સંભાવના), મધ્ય ઉત્તર પ્રદેશ: 20 થી 25 જૂન સુધીમાં, રાજસ્થાન: 25 થી 30 જૂન દરમિયાન, દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ ચોમાસું દિલ્હીને ઘેરી લેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડશે વરસાદ?

ગુજરાતના સ્કેનર પર નજર કરીએ તો, ચોમાસાના આગમન પૂર્વે જ પ્રિ-મોનસુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આવતીકાલે શનિવાર, ૬ જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મુખ્ય અસરગ્રસ્ત જિલ્લાઓ

સૌરાષ્ટ્રના વિસ્તારો: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો: સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. દેશના અન્ય રાજ્યો માટે એલર્ટ અને ચેતવણી

હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી અઠવાડિયા માટે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. કેરળ અને કર્ણાટકમાં આગામી ૭ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની ચેતવણી છે, જ્યારે તમિલનાડુમાં પણ ભારે વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર (ઉત્તર-પૂર્વ) ભારતના રાજ્યોમાં આગામી ૫ થી ૬ દિવસ સુધી મૂસળધારથી અતિ મૂસળધાર વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત, આગામી ૨-૩ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાવાની સાથે કડાકા-ભડાકા અને ગંભીર ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate Monsoon 2026 MonsoonArrival
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ