બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / PM મોદીએ સુરતમાં જે સ્વદેશી જોરાવર ટેન્કનું નિરીક્ષણ કર્યું તેની ખાસિયતો શું? દંગ કરી મૂકે એવી
Last Updated: 05:24 PM, 5 June 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજીરા (સુરત) સ્થિત L&T પ્લાન્ટ ખાતે જોરાવર ટેન્કનું નિરીક્ષણ કર્યું. આ ભારતીય સેના માટે સૌથી નવી ટેન્ક છે, જે આવતા વર્ષે ડિલિવર કરવામાં આવશે. 2019માં પીએમ મોદીએ તે જ પ્લાન્ટ ખાતે દક્ષિણ કોરિયાની સહાયથી બનેલી K-9 તોપમા રાઇડ કરી હતી.
ADVERTISEMENT
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ખાનગી કંપની L&T સાથે મળીને લાઇટ ટેન્ક "ઝોરાવર" તૈયાર કરી છે. તેનો પ્રોટો વર્જન 2024માં દુનિયાની સામે આવ્યો હતો. હાલમાં જોરાવર માટે ટ્રાયલ ચાલી રહી છે. ડીઆરડીઓ અનુસાર ભારતીય સેનાને પૂર્વી લદ્દાખમાં તૈનાતી માટે આગામી વર્ષ એટલે કે 2027 સુધીમાં આ ટેન્ક પ્રાપ્ત થશે. પરિણામે સુરત નજીક હજીરામાં ઉત્પાદન ઝડપથી આગળ વધી રહ્યું છે.
https://www.youtube.com/watch?v=eJhSqLzn_I0
ADVERTISEMENT
ડીઆરડીઓ અનુસાર જોરાવર ટેન્કનું વજન ફક્ત 25 ટન છે, જે ભારતના વર્તમાન ટેન્કોના વજન કરતાં માંડ અડધું છે. ઝોરાવર ટેન્ક એન્ટી-એરક્રાફ્ટ ગન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીથી સજ્જ હશે. તે એક ઉભયજીવી પ્લેટફોર્મ હશે જે સરળતાથી નદીઓ અને નાળાઓ પાર કરી શકે છે.
ભારતીય સેનાએ લાઇટ ટેન્કનું નામ 19મી સદીના ડોગરા લશ્કરી જનરલ ઝોરાવર સિંહના નામ પરથી રાખ્યું છે, જેમણે તિબેટમાં ચીની સેનાને હરાવી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સુરત / PM મોદીએ હજીરાની શસ્ત્ર ફેક્ટરીની મુલાકાત લીધી, સંરક્ષણ સાધાનોનું કર્યું નિરીક્ષણ
ADVERTISEMENT
ડીઆરડીઓ અનુસાર ઝોરાવર ટેન્કના ઉનાળા અને શિયાળાના પરીક્ષણો હાલમાં ચાલી રહ્યા છે, તેમજ લદ્દાખ જેવા રણ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં પરીક્ષણો પણ ચાલી રહ્યા છે. આ પછી સંરક્ષણ મંત્રાલય અને સેના અધિગ્રહણ(ખરીદવા) પ્રક્રિયા શરૂ કરશે. શરૂઆતમાં ભારતીય સેના 59 લાઇટ ટેન્કનો ઓર્ડર આપવાની યોજના ધરાવે છે. જોકે સેનાને કુલ 354 લાઇટ ટેન્કની જરૂર પડશે.
ભારતીય સેનાએ લાઇટ ટેન્કનું નામ 19મી સદીના ડોગરા લશ્કરી જનરલ ઝોરાવર સિંહના નામ પરથી રાખ્યું છે, જેમણે તિબેટ જઈને ચીની સેનાને હરાવી હતી અને ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.