બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ, લેન્ડિંગ થતા જ પ્લેનના ટુકડે-ટુકડાં

બ્રેકિંગ / ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ, લેન્ડિંગ થતા જ પ્લેનના ટુકડે-ટુકડાં

Priykant Shrimali

Last Updated: 12:04 PM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IAF Plane Crash : જોરહાટ એરબેઝ પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાનન ઉતરાણ સમયે રનવે પર નિયંત્રણ ગુમાવી બેઠું હોવાની શક્યતા

IAF Plane Crash : આસામના જોરહાટ એરબેઝ પર ભારતીય વાયુસેનાના AN-32 વિમાન સાથે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ વિમાન નિયમિત ઉડાન પૂર્ણ કર્યા બાદ લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ઘટના બાદ વિમાનમાં આગ ફાટી નીકળતા એરબેઝ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

સૂત્રો અનુસાર, વિમાન ઉતરાણ સમયે રનવે પર નિયંત્રણ ગુમાવી બેઠું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વિમાન બે ભાગમાં વિભાજિત થઈ ગયું અને આગ ભભૂકી ઊઠી. ઘટના જોરહાટ એરબેઝની અંદર જ બનતા વાયુસેના અને ઇમરજન્સી વિભાગ તરત જ સક્રિય બન્યા હતા.

ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ ક્રૂ સભ્યો અને અન્ય કર્મચારીઓની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી બહાર આવવાની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : ગુજરાતથી લઇને UP સુધી..., આજે એકસાથે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ભારતીય વાયુસેનાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે AN-32 વિમાન સાથે બનેલી આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રારંભિક માહિતીના આધારે ટેકનિકલ કારણો અને લેન્ડિંગ સંબંધિત પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jorhat Airbase IAF Aircraft Crash IAF Plane Crash
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ