બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઇન્ડિયા A માટે હવે 'કરો ય મરો'ની સ્થિતિ, અફઘાનિસ્તાન A સામે ટકરાશે

સ્પોર્ટ્સ / ઇન્ડિયા A માટે હવે 'કરો ય મરો'ની સ્થિતિ, અફઘાનિસ્તાન A સામે ટકરાશે

Nirav Kumar

Last Updated: 10:31 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય સીરીઝમાં ઇન્ડિયા A ટીમ માટે બુધવારે જીતવું જરૂરી છે. નહીં તો તે આ સીરીઝમાંથી બહાર ફેંકાઈ જશે.

સતત બે હાર બાદ ઇન્ડિયા A ટીમ બુધવારે દામ્બુલામાં અફઘાનિસ્તાન A સામે ટકરાશે. જેમાં ઇન્ડિયા માટે કરો યા મરોની સ્થિતિ હશે. આ ત્રિકોણીય શ્રેણીની મેચમાં ઇન્ડિયા A જીત મેળવીને વાપસી કરવાનો પ્રયાસ કરશે. જેમાં યજમાન શ્રીલંકા A સહિત ત્રણેય ટીમો ફાઇનલિસ્ટ નક્કી કરવા માટે બે-બે મેચ રમશે.

બે હાર બાદ ભારતીય ટીમ પર દબાણ વધ્યું છે, પરંતુ અફઘાનિસ્તાન A સામેની જીતથી ફાઇનલમાં પહોંચવાનો મોકો વધશે. જેમાં યજમાન શ્રીલંકા ત્રણ મેચમાં ચાર પોઈન્ટ છે, બે જીત અને એક હાર અને 0.494 ના નેટ રન રેટ સાથે ટેબલમાં આગળ છે, જેના કારણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ મહત્વની બને છે.

ઇન્ડિયા A અને અફઘાનિસ્તાન A ના સમાન પોઈન્ટ છે. જોકે અફઘાનિસ્તાનના માઈનસ 1.392 ની સરખામણીમાં 0.032 ના સારા નેટ રન રેટને કારણે ભારત બીજા સ્થાને છે. તિલક વર્માની આગેવાની હેઠળની ટીમને વધુ તાકાત બતાવવાની જરૂર પડશે. જો આવતીકાલે અફઘાનિસ્તાન A જીતે છે તો ભારત A ની ટુર્નામેન્ટમાં સફરનો અંત આવશે.

આ હાર છતાં અફઘાનિસ્તાન પાસે હજુ પણ મોકો હશે. જો તેઓ આગામી મેચમાં યજમાન ટીમને હરાવે છે તો ત્રણેય ટીમોના ચાર પોઈન્ટ હશે, અને આવી સ્થિતિમાં નેટ રન રેટ મહત્વની બની જશે. ઇન્ડિયા A એ અફઘાનિસ્તાન A સામેની પાછલી મેચમાં નવ વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પણ અફઘાનિસ્તાન A એ 25.5 ઓવરમાં બે વિકેટે 177 રન બનાવ્યા બાદ ડકવર્થ-લુઇસ પદ્ધતિનો ઉપયોગ કરીને ચાર રનથી મેચ જીતી હતી.

vtv hiring
  • સૂર્યવંશી રહ્યો ફ્લોપ

ભારતીય ટીમ અત્યાર સુધી તેનું શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ છે. ટુર્નામેન્ટની તેની પહેલી મેચમાં પણ ટીમ શ્રીલંકા A સામે આઠ રનની જીત દરમિયાન સંઘર્ષ કરી રહી હતી. સોમવારે ઝાંખા પ્રકાશમાં સુપર ઓવરમાં હાર બાદ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા A ના કુગાથસ માથુલન વચ્ચેની ઉગ્ર વાતચીતે ટુર્નામેન્ટમાં ઉત્સાહ ઉમેર્યો છે.

આ મેચમાં સુપર ઓવરમાં 17 રનનો પીછો કરતી વખતે ભારતીય ટીમ માત્ર નવ રન જ બનાવી શકી હતી. સૂર્યવંશીએ ઓવરના છેલ્લા ત્રણ બોલનો સામનો કર્યો હતો. સૂર્યવંશીને ત્રિકોણીય સીરીઝમાં તેના IPL ફોર્મ જાળવી રાખવાની અપેક્ષા હતી,પરંતુ તે તેની સારી શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો નથી. અત્યાર સુધી તેને 14, 44 અને 21 રન બનાવ્યા છે.

વધુ વાંચો: સુપર ઓવરમાં શ્રીલંકા સામે હારી ઇન્ડિયન ટીમ, ફાઈનલનો રસ્તો બન્યો મુશ્કેલ

ભારતીય ટીમ: તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, પ્રિયાંશ આર્ય, આયુષ બદોની, કુમાર કુશાગ્ર, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, અંશુલ કંબોજ, અનુકુલ રોય, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, અશોક શર્મા, વિપ્રજ નિગમ અને યશ ઠાકુર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Afghanistan A India A Triangular Series
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ