ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોમાસા પૂર્વે દમણના દરિયામાં રૌદ્ર સ્વરૂપ, 15 ફૂટ ઊંચા મોજાંથી ચિંતાનો માહોલ

VIDEO / ચોમાસા પૂર્વે દમણના દરિયામાં રૌદ્ર સ્વરૂપ, 15 ફૂટ ઊંચા મોજાંથી ચિંતાનો માહોલ

Published By: Vishal Khamar

Last Updated: 10:43 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસા પહેલા દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થવા પામી છે. દેવકા બીચ પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.

ADVERTISEMENT

ચોમાસાની એન્ટ્રી પહેલાં જ દમણના દરિયામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે. દરિયામાં ભારે કરંટ સાથે 15 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળતા જોવા મળતાં દેવકા બીચ પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. આ દૃશ્યોને કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

દમણના દરિયામાં ભારે કરંટ

દરિયામાં ભારે કરંટ હોવા છતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બીચ પર પહોંચ્યા હતા અને જોખમની પરવા કર્યા વિના દરિયાકિનારે મોજમજા કરતા જોવા મળ્યા હતા. કેટલાક પ્રવાસીઓ દરિયાની નજીક જઈને ફોટોગ્રાફી અને સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા, જેના કારણે અકસ્માતની શક્યતા વધી ગઈ હતી.

પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત

દેવકા બીચ પર ભૂતકાળમાં પણ અનેક ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે. ભારે મોજાં અને કરંટના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના બનાવો નોંધાયા છે. તેમ છતાં પ્રવાસીઓ દ્વારા પૂરતી સાવચેતી ન રાખવામાં આવતી હોવાની સ્થિતિ ચિંતાજનક માનવામાં આવી રહી છે.

દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ દમણ પ્રશાસનને બીચ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવા અપીલ કરી છે. દરિયાકિનારે ચેતવણી બોર્ડ, લાઇફગાર્ડની વધારાની તૈનાતી તેમજ જોખમી વિસ્તારોમાં પ્રવેશ પર નિયંત્રણ જેવા પગલાં તાત્કાલિક લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ બાંધકામ તોડીને સામાન ગાડીમાં મૂક્યો પછી પાછો મૂક્યો, નેતાની ધાક સામે સુરત મનપા નતમસ્તક

દરિયા કિનારે પ્રવાસીઓએ માણી મોજ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દરિયાની સ્થિતિ વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી પ્રવાસીઓએ દરિયાકિનારે જતાં સમયે ખાસ સાવચેતી રાખવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pre-monsoon activity Valsad news Valsad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ