ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / બાંધકામ તોડીને સામાન ગાડીમાં મૂક્યો પછી પાછો મૂક્યો, નેતાની ધાક સામે સુરત મનપા નતમસ્તક
Last Updated: 07:00 PM, 16 June 2026
ADVERTISEMENT
સુરત મહાનગરપાલિકા (SMC) ગેરકાયદેસર બાંધકામો સામેની કડક કાર્યવાહી માટે જાણીતી છે. જોકે, કતારગામ ઝોનમાં બનેલી એક ઘટનાએ મનપાની કામગીરી અને પારદર્શિતા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સિંગણપોર વિસ્તારમાં ગેરકાયદેસર પતરાંના બાંધકામ સામે કાર્યવાહી કર્યા બાદ જપ્ત કરાયેલ સામાન માત્ર 1 કલાક 51 મિનિટમાં જ ફરી તે જ સ્થળે પહોંચતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT

લેખિત ફરિયાદ બાદ મનપાની કાર્યવાહી
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, સિંગણપોર ગામ સ્થિત પાલવ પાર્ક-2 સોસાયટીની બાજુમાં આવેલી કૃપા રેસિડેન્સીના ફ્લેટ નંબર 104માં ગેરકાયદેસર રીતે પતરાંનું બાંધકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશ કિરણભાઈ સુમરાએ આ અંગે કતારગામ ઝોન કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 2 જૂન, 2026ના રોજ મનપાની ટીમ સરકારી વાહન અને મજૂરો સાથે સ્થળ પર પહોંચી હતી. ટીમે ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને પતરાંનો સામાન જપ્ત કર્યો હતો અને તેને સરકારી વાહનમાં ભરી લઈ ગઈ હતી.

ADVERTISEMENT
CCTV ફૂટેજથી સામે આવી નવી હકીકત
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, સોસાયટીના CCTV ફૂટેજની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જપ્ત કરાયેલો સામાન થોડા જ સમયમાં પાછો તે જ સ્થળે મૂકી દેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મનપા દ્વારા જપ્ત કરાયેલા સામાનને છોડાવવા માટે નિયમિત પ્રક્રિયા અને દંડ ભરવાની જોગવાઈ હોય છે. તેથી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
ADVERTISEMENT

રાજકીય જોડાણોની ચર્ચા
ADVERTISEMENT
તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી કે જે ફ્લેટમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું તેની માલિકી ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાની હોવાનું કહેવાય છે. જોકે હાલ આ ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ કેસમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિના દબાણ હેઠળ કાર્યવાહી બાદ જપ્ત સામાન ઝડપથી પરત કરવામાં આવ્યો હતો? જોકે આ અંગે મનપા અથવા સંબંધિત રાજકીય નેતાઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
આ પણ વાંચોઃ ગોમતી ઘાટ પર શ્રદ્ધાળુઓના આ બે કામ માટે મૂકાયો પ્રતિબંધ, વૃદ્ધ દરિયામાં તણાયા બાદ તંત્ર એક્શનમાં
ADVERTISEMENT
પારદર્શક તપાસની માંગ
આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક સામાજિક કાર્યકરો અને રહીશો દ્વારા મનપા પાસે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ CCTV ફૂટેજ અને કાર્યવાહી સંબંધિત દસ્તાવેજો જાહેર કરવા પણ માંગ કરવામાં આવી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય, તો સુરત મનપાની ગેરકાયદેસર બાંધકામો સામેની કડક છબીને મોટો ફટકો લાગી શકે છે. હવે સૌની નજર મનપાના સત્તાવાર જવાબ અને સંભવિત તપાસ પર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.