બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 10:27 AM, 17 August 2026
1/6
આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ મઘા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. આ નક્ષત્ર દરમિયાન પડનારો વરસાદ ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે, જેના કારણે ખેડૂતોમાં પણ આશા જાગી છે.
2/6
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17થી 19 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સિસ્ટમની અસર હેઠળ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે, જેના પરિણામે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક પણ વધી શકે છે.
3/6
ગુજરાત માટેની આગાહીમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહી શકે છે. સૌરાષ્ટ્ર વિસ્તાર અંગે પણ તેમણે આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
4/6
5/6
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 31 ઓગસ્ટના રોજ સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેમના જણાવ્યા મુજબ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ વધારે રહી શકે છે, જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ