બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / તમારા કામનું / ગુજરાત હાઈકોર્ટમાં મળશે નોકરી? એ પણ ઉચ્ચ પગારધોરણવાળી, આ રીતે કરો અરજી
Last Updated: 10:10 AM, 17 August 2026
ગુજરાતમાં રહેતા અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કાયદા વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત હાઈકોર્ટ ખાતે કાયદા અધિકારીની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ લાયક ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતીમાં પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT

આ ભરતી અંતર્ગત કાયદા અધિકારીની કુલ 5 જગ્યાઓ ભરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક ગુજરાત હાઈકોર્ટ ખાતે કરવામાં આવશે. આ નિમણૂક 11 માસ માટે તદ્દન કરાર આધારીત રહેશે. ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ઓફલાઈન રાખવામાં આવી છે અને ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓગસ્ટ, 2026 નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક (LLB) ની પદવી હોવી જરૂરી છે તેમજ કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ઉમેદવાર પાસે CCC અથવા CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. ઉપરાંત ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધાયેલા હોવા જોઈએ. ભરતી માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ ફરજિયાત રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અનુભવની બાબતમાં ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 10 વર્ષનો એડવોકેટ તરીકેની પ્રેક્ટિસનો અનુભવ હોવો જોઈએ. તે ઉપરાંત ઉમેદવારે નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકીલાતનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અથવા સરકારી વિભાગો અને વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામદાર સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના કેસોમાં બચાવ કામગીરીનો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ADVERTISEMENT
પગાર ધોરણ અંગે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને ₹60,000 ફિક્સ પગાર આપવામાં આવશે. સરકારી ક્ષેત્રમાં કાયદા સાથે જોડાયેલા અનુભવી ઉમેદવારો માટે આ એક સારી તક માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અરજી કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારે અરજી પત્રક સાથે ઉપસચિવશ્રી, કાયદા વિભાગ, ગુજરાત સરકારના નામનો ₹100નો નોન-રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલું અરજી પત્રક અને જરૂરી પ્રમાણપત્રોની નકલ 19 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 6:10 વાગ્યા સુધી રૂબરૂ, આર.પી.એ.ડી. અથવા કુરિયર દ્વારા ઉપસચિવ, કાયદા વિભાગ, બ્લોક નં. 4/1, પ્રથમ માળ, સરદાર ભવન, ગાંધીનગરના સરનામે પહોંચે તે રીતે મોકલવાની રહેશે. અરજી મોકલતી વખતે કવરના ઉપર મોટા અક્ષરે "જાહેરાત ક્રમાંક: 1/2026-27 અન્વયેની અરજી" લખવાનું રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરતના માંગરોળના કોસાડી ગામમાં સાત વર્ષની બાળકી પર સાત શ્વાનોનો હુમલો, ગંભીર ઇજાઓ
ભરતી માટે અરજી પત્રકનો નમૂનો તેમજ કાયદા અધિકારીની જગ્યાઓની કામગીરી સંબંધિત સંપૂર્ણ વિગતો કાયદા વિભાગની સત્તાવાર વેબસાઈટ https://legal.gujarat.gov.in/ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.