બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢના ખડીયા ગામે કેમિકલયુક્ત નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું, 50 લીટર નકલી દૂધ સહિત સામગ્રી જપ્ત
Last Updated: 08:08 AM, 17 August 2026
અત્યારે અનેક એવી ઘટના સામે આવી છે જેમાં નકલી વસ્તુ મળે છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં નકલી એટલે કે કેમિકલયુક્ત દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના ખડીયા ગામે ચાલતા આ ગેરકાયદેસર ધંધા સામે પોલીસને મહત્વની સફળતા મળી છે. સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસે કાર્યવાહી કરીને નકલી દૂધ બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, પોલીસે હનુમાનપરા વિસ્તારમાં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે આરોપી જયદીપ હેડાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી આશરે 50 લીટર જેટલું નકલી દૂધ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અહીં કેમિકલ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને દૂધ તૈયાર કરવામાં આવતું હતું.
ADVERTISEMENT
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી પામોલીન તેલના ડબ્બા તેમજ દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કર્યો હતો. આ તમામ સામગ્રીનો ઉપયોગ કરીને નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની શંકાના આધારે પોલીસે તેને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી અધિકારીની હાજરીમાં દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. હવે આ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે. તપાસ રિપોર્ટ બાદ દૂધમાં કયા પ્રકારના કેમિકલ અથવા અન્ય હાનિકારક તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે પોલીસે નકલી દૂધ બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આ રેકેટ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો આ પ્રકારનો મામલો લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. દૂધ જેવી રોજિંદા ઉપયોગની વસ્તુમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો તે આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : CNG ડીલર એસોસિએશન લડી લેવાના મૂડમાં, બુધવારે આ 2 જિલ્લાના CNG પંપ રહેશે બંધ
જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી નકલી દૂધના ગેરકાયદેસર ધંધા સામે કડક સંદેશ ગયો છે. બીજી તરફ, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હાલ પોલીસે આરોપી જયદીપ હેડા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.