બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યાં 10 મોટા એલાન, યુવાનો માટે પણ મહત્વની જાહેરાત

નેશનલ / PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યાં 10 મોટા એલાન, યુવાનો માટે પણ મહત્વની જાહેરાત

Published By: Nirav Kumar

Last Updated: 11:07 AM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લાથી યુવા સશક્તિકરણ, AI, મફત કોચિંગ અને સ્પોર્ટ્સ ટેલન્ટ હન્ટ જેવી મોટી જાહેરાતો કરી. જેમાં સેમિકન્ડક્ટર, પરમાણુ ઊર્જા, 6જી અને ઇનોવેશન હબ બનાવીને ભારતને વૈશ્વિક સ્તરે આગળ લઈ જવાનો સ્પષ્ટ રોડમેપ રજૂ કરાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધતા યુવા પેઢીને કેન્દ્રમાં રાખીને અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી. તેમણે કહ્યું કે આગામી એક વર્ષમાં એક કરોડ યુવાનોને AIની કુશળતા વિકસાવવા માટે તાલીમ આપવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કોચિંગની નવી વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે.

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને રાહત આપવા માટે મફત ઓનલાઈન કોચિંગની સુવિધા પણ જાહેર કરાઈ છે. હવે વિદ્યાર્થીઓ ઘરેથી જ ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મેળવી શકશે.

રમતગમતના ક્ષેત્રમાં પણ મોટી પહેલ થઈ છે. ગામડાઓ અને શહેરોમાં પાંચથી પંદર વર્ષની ઉંમરના બાળકો માટે દેશવ્યાપી સ્પોર્ટ્સ ટેલન્ટ હન્ટ અભિયાન ચલાવવામાં આવશે. આનો ઉદ્દેશ્ય ભારતને 2036 ના ઓલિમ્પિક અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ પાવરહાઉસ બનાવવાનો છે. પસંદ થયેલા બાળકોને વિશ્વસ્તરીય કોચિંગ, રમત વિજ્ઞાન અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

સુરક્ષાના મોરચે સિવિલ ડિફેન્સને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બદલાતી પરિસ્થિતિ મુજબ આધુનિક તાલીમ અને ક્ષમતાઓ વિકસાવવામાં આવશે.

સેમિકન્ડક્ટર ચિપ્સની મહત્ત્વતા પર ભાર મૂકતા તેમને જણાવ્યું કે આગામી એક-બે વર્ષમાં સાતથી આઠ નવા પ્રોડક્શન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઉપકરણો અને પરિવહન સિસ્ટમમાં આ ચિપ્સ અનિવાર્ય છે. ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્રણ મોટા પ્લાન્ટ પહેલેથી કાર્યરત છે અને નિકાસ પણ શરૂ થઈ ચૂકી છે. આગામી વર્ષોમાં વધુ પાંચથી આઠ પ્લાન્ટ ઉમેરવામાં આવશે.

પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં 2047 સુધી 100 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આગામી છ-સાત વર્ષમાં પાંચ નવા ન્યુક્લિયર રિએક્ટર શરૂ કરવામાં આવશે.‘મેડ ઇન ઇન્ડિયા ૬જી’ને ઘર-ઘર સુધી પહોંચાડવાની અને 2030 સુધી આ તકનીકમાં વૈશ્વિક આગેવાની મેળવવાની પણ ઘોષણા કરાઈ.

વધુ વાંચો : લાલ બાંધણીની પાઘડી સાથે 80માં સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ દેશને આપ્યો આ ખાસ સંદેશ

ભારતને માત્ર ટેકનોલોજીનો ઉપભોક્તા નહીં પરંતુ વૈશ્વિક ઇનોવેશન હબ બનાવવાના વિઝન સાથે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, યુવાનોને નવી તકો આપવામાં આવી છે. ઇનોવેશન માટે એક લાખ કરોડ રૂપિયાનો ફંડ બનાવવામાં આવ્યો છે. ખાનગી સ્ટાર્ટઅપ્સમાં સરેરાશ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરના યુવાનોએ ટ્રાયલ સેટેલાઇટ લોન્ચ કરીને કમાલ બતાવી છે. આજે દેશમાં અઢી લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ સક્રિય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prime Minister big announcements Narendra Modi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ