બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 AM, 15 August 2026
આજે દેશ તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ સતત 13મી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો. લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાનું સંબોધન પૂરું કર્યા બાદ, વડાપ્રધાન મોદી જનતાની વચ્ચે ગયા અને બાળકોને મળ્યા. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી લાલ કિલ્લાના પરિસરમાં બેઠેલા એનસીસી (NCC) કેડેટ્સ પાસે ગયા અને તેમની સાથે હાથ મિલાવ્યા. ખુરશીઓ પર બેઠેલા બાળકો ખૂબ જ આનંદિત જણાતા હતા. વડાપ્રધાન મોદીએ એક પછી એક બાળકો સાથે હાથ મિલાવ્યા અને તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના તેમના 13મા સંબોધનમાં 'વિકસિત ભારત'નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં યુવા શક્તિ અને નવી પેઢીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝન તરફ દેશની ગતિને રોકી શકાતી નથી અને આગામી વર્ષોમાં નોંધપાત્ર પરિવર્તનો લાવવા આવશ્યક છે.
ADVERTISEMENT
VIDEO | PM Modi (@narendramodi) waves to and shakes hands with youth gathered at the Red Fort before leaving the venue.
— Press Trust of India (@PTI_News) August 15, 2026
(Source: Narendra Modi YT)#IndependenceDay
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/9ba18wiibs
1 કરોડ યુવાઓને AI ની ટ્રેનિંગ
ADVERTISEMENT
આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ યુવાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે એક વર્ષની અંદર 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મફત ઓનલાઇન કોચિંગ શરૂ કરવાની યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોદી સરકાર હવે યુવાનોને નવી ટેક્નોલોજી અને બદલાતી જતી અર્થવ્યવસ્થા માટે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ પણ વાંચોઃ લાલ કિલ્લેથી PM મોદીએ ગણાવી ભારતની પ્રગતિ! સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને મોબાઇલ મેન્યુફેક્ચરિંગ પર ભાર
ADVERTISEMENT
દેશમાં રહીને વિદેશી યુનિવર્સિટીઝથી ડિગ્રી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેનાથી દેશના યુવાનો ભારતમાં રહીને જ વિદેશી યુનિવર્સિટીઓની ડિગ્રી મેળવી શકે. અમે યુવાનોને ખૂબ નાની ઉંમરથી જ ટેક્નોલોજી તરફ આકર્ષવા માટે કામ કરી રહ્યા છીએ. તેમણે ઉલ્લેખ કર્યો કે નાના બાળકોમાં નવીનતા અને ટેક્નોલોજી પ્રત્યે રુચિ કેળવવા માટે 10,000થી વધુ 'અટલ ટિંકરિંગ લેબ્સ' સ્થાપવામાં આવી છે. અમે ભારતના યુવાનો માટે અનેક નવી તકો ઊભી કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.