બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'PM મોદીના નેતૃત્વમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન', સ્વતંત્રતા સમારોહમાં બોલ્યાં CM ભૂપેન્દ્ર પટેલ

અમરેલી / 'PM મોદીના નેતૃત્વમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન', સ્વતંત્રતા સમારોહમાં બોલ્યાં CM ભૂપેન્દ્ર પટેલ

Published By: Hiralal Parmar

Last Updated: 09:55 AM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું.

ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી છે. અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો જે પછી પોલીસની ભવ્ય પરેડ યોજાઈ હતી.

આજે વિશ્વની નજર ભારત તરફ

ધ્વજવંદન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રવચન આપ્યું હતું. સમારોહમાં હાજર લોકોને સંબોધતા સીએમે કહ્યું કે એક સમય હતો કે ભારતની વાત ભાગ્યે જ કોઈ કરતાં હવે ભારતના પીએમ શું કરવાના વિશ્વની નજર તેની પર રહે છે. સોમનાથ મંદિરમાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરની પણ આ વર્ષે ઉજવણી થઈ રહી છે, વિકાસ સાથે પર્યાવરણ જાળવણીનો અભિગમ પણ આપણે અપનાવ્યો છે. સીએમે વધુમાં કહ્યું કે ગુજરાતના બંદરો માત્ર ગુજરાતના નહી દેશના પણ છે જેમાં 40 ટકા ભાગીદારી આપી રહ્યા છે. વિકાસ માત્ર શહેર પૂરતો નથી, ગ્રામ્ય સુધી પણ પહોંચ્યા છે.

વધુ વાંચો : Gen Z માટે PM મોદીનું મોટું એલાન, જાણો લાલ કિલ્લાની પ્રાચીર પરથી શું જાહેરાત કરી?

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 25 વર્ષ થી ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન બન્યું છે અને શહેરો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે લોકલ ફોર વોકલ સંતુલિત વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમજ વરસાદી પાણીથી ભૂગર્ભ જળ ઉંચા આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

amreli news cm bhupendra patel Independence Day 2026

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ