બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ટેક અને ઓટો / તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના બાઘાએ ખરીદી BMW X1 કાર, જુઓ કિંમત અને ફીચર્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 01:48 PM, 14 August 2026
1/6
ટીવીના સૌથી ફેમસ ફેમિલી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કેરેક્ટર દર્શકોના દિલમાં વસેલા છે. તેમાંથી જેઠાલાલના મેનેજર બાઘાની ભૂમિકા ભજવતા તન્મય વેકારિયા પોતાની અનોખી ચાલ-ઢાલ, અલગ બોલવાની સ્ટાઈલ અને મજાકિયા હરકતોને કારણે ખાસ પસંદ કરાય છે. આ શોમાં તો તે જેઠાલાલની ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં મેનેજર તરીકે કામ કરતા દેખાય છે પણ વાસ્તવિક જીવનમાં તેમની લાઈફસ્ટાઈલ એકદમ લગ્ઝરી છે. હમણાં જ તેમને પોતાના માટે બીએમડબ્લ્યુની સૌથી વધુ વેચાતી એસયુવી એક્સ1 ખરીદી છે.
2/6
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘા ઉર્ફે તન્મય વેકારિયાની આ નવી બીએમડબ્લ્યુ એક્સ1ની ઓન-રોડ કિંમત 60 લાખ રૂપિયાથી પણ વધુ છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી તસવીરોમાં તેને પોતાના પૂરા પરિવાર સાથે બીએમડબ્લ્યુના શોરૂમમાં જઈને કારની ડિલિવરી લીધેલી જોવા મળે છે. આ નવી કારને લઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણાનું કહેવું છે કે ટીવી પર બાઘા ગરીબ જેવો દેખાય છે પણ રીયલ લાઈફમાં તે ખૂબ સમૃદ્ધ છે.
3/6
તન્મય વેકારિયાની આ નવી કારની કિંમત જોવી હોય તો એક્સ1 એસ ડ્રાઈવ 18આઈ એમ સ્પોર્ટ 1.5 લિટર પેટ્રોલ ઓટોમેટિક વેરિયન્ટની એક્સ-શોરૂમ કિંમત 50.90 લાખ રૂપિયા છે. જ્યારે એક્સ1 એસડ્રાઈવ18ડી એમ સ્પોર્ટ 2.0 લિટર ડીઝલ ઓટોમેટિકની એક્સ-શોરૂમ કિંમત 52.20 થી 52.90 લાખ રૂપિયા સુધી છે. ઓન-રોડ કિંમત 60 થી 65 લાખ રૂપિયા વચ્ચે પડે છે. આ પ્રીમિયમ એસયુવી પોતાના આકર્ષક લુક, સારા માઈલેજ અને આધુનિક ફીચર્સ માટે જાણીતી છે.
4/6
બીએમડબ્લ્યુ એક્સ1ના ડિઝાઈનની વાત કરીએ તો આગળની બાજુએ કંપનીની સિગ્નેચર કિડની ગ્રિલ અને સ્લિમ એડેપ્ટિવ એલઈડી હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. પાછળની બાજુએ આકર્ષક ૩ડી એલ-આકારની એલઈડી ટેઈલલાઈટ્સ અને 18 ઈંચના સ્ટાઈલિશ એલોય વ્હીલ્સ છે. કેબિન એકદમ પ્રીમિયમ છે અને તેમાંનું કર્વ્ડ ડિસ્પ્લે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. 10.7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઈંચનું ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, લેટેસ્ટ આઈડ્રાઈવ ઓએસ, પેનોરેમિક સનરૂફ, હાર્મન કાર્ડનનું સાઉન્ડ સિસ્ટમ અને 476 લિટરનું મોટું બૂટ સ્પેસ જેવી અનેક ફીચર્સ છે.
5/6
6/6
બીએમડબ્લ્યુ એક્સ1 પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. 1499 સીસીના 3-સિલિન્ડર ટ્વિનપાવર ટર્બો પેટ્રોલ ઈન્જિનમાંથી 134 બીએચપી પાવર અને 230 ન્યૂટન મીટર ટોર્ક મળે છે. તે 7 -સ્પીડ ડીસીટી ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. જ્યારે 1995 સીસીના 4-સિલિન્ડર ડીઝલ ઈન્જિનમાંથી 148 બીએચપી પાવર અને 360 ન્યૂટન મીટર ટોર્ક મળે છે. માઈલેજની વાત કરીએ તો પેટ્રોલ વેરિયન્ટમાં લગભગ 16.35 કિમી/લિટર અને ડીઝલ વેરિયન્ટમાં 20.37 કિમી/લિટર સુધીનું માઈલેજ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ