બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દશામાના વ્રત અંગે જયંત પંડ્યાના નિવેદનથી વિવાદ, અંધશ્રદ્ધા, આર્થિક લાભ અંગે ઉઠાવ્યા સવાલ

ગુજરાત / દશામાના વ્રત અંગે જયંત પંડ્યાના નિવેદનથી વિવાદ, અંધશ્રદ્ધા, આર્થિક લાભ અંગે ઉઠાવ્યા સવાલ

Published By: Nidhi Panchal
Reported By: Sunny Maiyad

Last Updated: 02:58 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિકાળથી ચાલી આવતી દશામાના વ્રતની પરંપરાને લઈને હવે વિવાદ ઊભો થયો છે. વિજ્ઞાનજાથા સાથે જોડાયેલા જયંત પંડ્યાએ દશામાના વ્રત અને તેના નામે ફેલાતી અંધશ્રદ્ધાને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે.

આદિકાળથી ચાલી આવતી દશામાના વ્રતની પરંપરાને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે. જાગૃતતા ફેલાવવાના નામે કાર્યરત વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ દશામાના વ્રત અને તેના નામે ફેલાતી અંધશ્રદ્ધા અંગે જાહેરમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમના નિવેદન બાદ આ મુદ્દે ચર્ચા તેજ બની છે.

jyant-pandya

અંધશ્રદ્ધા અંગે નિવેદન

જયંત પંડ્યાએ દશામાના વ્રત અને અંધશ્રદ્ધા અંગે નિવેદન આપતાં કહ્યું કે કેટલાક લોકો ખોટો ભ્રમ ફેલાવીને આર્થિક લાભ મેળવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ દશામાના નામે એવી માન્યતાઓ ફેલાવવામાં આવે છે, જેના કારણે લોકોમાં ડર અને અંધશ્રદ્ધા વધે છે. તેમણે આક્ષેપ કર્યો કે આ પ્રકારની પ્રવૃત્તિઓનો કેટલાક લોકો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે.

શાસ્ત્રોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. તેમના મતે જે વ્રતનો શાસ્ત્રોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, તેવા વ્રતને લઈને લોકોમાં અંધશ્રદ્ધા ઊભી કરવામાં આવે છે. જયંત પંડ્યાએ કહ્યું કે આવા દાવાઓને આધારે લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. જયંત પંડ્યાએ મૂર્તિઓને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ કેટલાક લોકો મૂર્તિ દૂધ પીતી હોવાના દાવા કરીને લોકોમાં ખોટો ભ્રમ ફેલાવે છે અને તેમાંથી આર્થિક લાભ મેળવે છે. તેમણે કહ્યું કે આવા દાવાઓના આધારે લોકોની ધાર્મિક લાગણીઓનો લાભ લેવામાં આવે છે.

માતાજીના નામે એવા લખાણો લખવામાં આવે

તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક સ્થળોએ માતાજીના નામે એવા લખાણો લખવામાં આવે છે કે જો આ કાર્ય નહીં કરવામાં આવે તો નુકસાન થશે અથવા અપમૃત્યુ થશે. જયંત પંડ્યાના મતે આવા સંદેશાઓ દ્વારા લોકોમાં ભય ફેલાવવામાં આવે છે અને તેને અંધશ્રદ્ધા તરફ દોરવાનો પ્રયાસ થાય છે. જયંત પંડ્યાએ મૂર્તિઓ બનાવતા વેપારીઓ અંગે પણ આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ કેટલાક વેપારીઓ મૂર્તિઓના વેચાણ માટે ખોટો ભ્રમ ફેલાવે છે અને લોકોની માન્યતાઓનો લાભ લઈને પોતાનો વેપાર વધારે છે. તેમણે કહ્યું કે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને કોઈપણ બાબતને સમજણ સાથે સ્વીકારે તે જરૂરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમ અમલમાં, 45 દિવસમાં દંડ ભરવો ફરજિયાત

દશામાના વ્રત પૂર્ણ થયા બાદ કરવામાં આવતા મૂર્તિ વિસર્જન અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ મૂર્તિ વિસર્જન બાદ પર્યાવરણ અને અન્ય બાબતો પર થતી અસર અંગે પણ વિચારવાની જરૂર છે. તેમણે આ મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ તેવી વાત કરી હતી. જયંત પંડ્યાના આ નિવેદન બાદ દશામાના વ્રત અને તેની પરંપરાને લઈને ચર્ચાનો માહોલ સર્જાયો છે. એક તરફ તેમના નિવેદનને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, તો બીજી તરફ આ મુદ્દે અલગ-અલગ મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dashama Vrat Jayant Pandya Superstition Debate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ