બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો રહસ્ય હજુ અકબંધ, 25 બાળકોનાં મોત છતાં વાહકનો પત્તો નહીં
Last Updated: 03:19 PM, 14 August 2026
ગુજરાતમાં છેલ્લાં લગભગ પાંચ અઠવાડિયાંમાં ચાંદીપુરા વાઈરસથી ૨૫ બાળકોનાં મોત થયાં છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોને અત્યાર સુધી તપાસવામાં આવેલા વાઈરસના જાણીતા વાહકોમાં તેનો કોઈ પત્તો મળ્યો નથી. માટીનાં ઘરોની તિરાડો અને પશુઓની આસપાસ જોવા મળતી સેન્ડફ્લાયને ચાંદીપુરા વાઈરસના મુખ્ય સંભવિત વાહક તરીકે જોવામાં આવે છે.
ADVERTISEMENT

30 જૂને ચાંદીપુરાનો પ્રકોપ શરૂ થયા બાદ મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. હજારો સેન્ડફ્લાય ઉપરાંત મચ્છર અને ટિક્સના નમૂનાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તમામનાં પરિણામ નેગેટિવ આવ્યાં છે. ૨૦૨૪ના પ્રકોપ દરમિયાન પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે ચાંદીપુરાના શંકાસ્પદ ૭૮ કેસમાંથી ૨૮ બાળકોનાં મોત થયાં હતાં, છતાં વાઈરસના વાહકનો પત્તો લાગ્યો નહોતો.
ADVERTISEMENT
હાલના પ્રકોપમાં ગુજરાત સરકારે ચાંદીપુરાના 39 કેસની પુષ્ટિ કરી છે અને તમામ દર્દીઓ બાળકો છે. ચાંદીપુરા વેસિક્યુલોવાઈરસ (CHPV) મુખ્યત્વે ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અસર કરે છે, તેમાં અચાનક ઊંચો તાવ આવે છે અને ઝડપથી એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES)માં ફેરવાઈ શકે છે, જેમાં મગજમાં સોજો અને ખેંચ આવવા જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. આ રોગની પ્રથમ ઓળખ ૧૯૬૫માં મહારાષ્ટ્રના નાગપુર નજીકના ચાંદીપુરા ગામમાં થઈ હતી.
ADVERTISEMENT
૨૦૧૮ના પ્રકોપ બાદ સેન્ડફ્લાયને ચાંદીપુરાના વાહક તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ગુજરાતમાં Sergentomyia પ્રજાતિની સેન્ડફ્લાયમાં CHPV મળ્યો હોવાનો અહેવાલ પણ આવ્યો હતો, જોકે આ વખતે પૂર્વ ગુજરાતમાં સેન્ડફ્લાય સામાન્ય હોવા છતાં પશ્ચિમ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરાના દર્દીઓ મળી રહ્યા છે. તેથી સંશોધકોને એક કરતાં વધુ પ્રકારના જંતુઓ માણસોમાં વાઈરસ પહોંચાડતા હોવાની શક્યતા લાગી રહી છે. ગુજરાત અને પાંચ રાષ્ટ્રીય સંસ્થાઓના સંશોધકોની નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમે ૨૦૨૪ અને ૨૦૨૬ના ગુજરાત તથા રાજસ્થાનના પ્રકોપ દરમિયાન એકત્ર કરાયેલા હજારો સેન્ડફ્લાય અને અન્ય વાહકોના નમૂનાઓની તપાસ કરી છે. અત્યાર સુધી કોઈ નમૂનામાં વાઈરસ મળ્યો નથી.
ADVERTISEMENT

હાલના CHPV કેસો ગુજરાતના 12 જિલ્લાઓ અને રાજસ્થાનના ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલા છે. ગુજરાતમાં સૌથી વધુ પાંચ કેસ પાટણ અને ત્યાર બાદ ચાર કેસ સાબરકાંઠામાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે અલગ-અલગ વિસ્તારોમાં એકલદોકલ કેસ હોવાથી વાઈરસના વાહકોની સંખ્યા પણ ઓછી હોઈ શકે છે, જેના કારણે તેમને શોધવાનું વધુ મુશ્કેલ બને છે.
ADVERTISEMENT
સંશોધકો હવે સેન્ડફ્લાય ઉપરાંત એડિસ એજિપ્ટી અને ક્યુલેક્સ મચ્છર પણ ચાંદીપુરાના વાહક તરીકે કામ કરે છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. દર્દીઓના વિસ્તારોમાં આવેલા પશુઓના નમૂનાઓની પણ તપાસ કરવામાં આવી છે. ગાય, ભેંસ અને બકરાંના લોહીના નમૂના તથા દૂધના નમૂનાઓ એકત્ર કરાયા છે. અત્યાર સુધી આશરે 70 પશુ નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે લેબોરેટરી તપાસ પૂર્ણ થવાની રાહ જોવાઈ રહી છે. સેન્ડફ્લાયના નમૂનાઓ એકત્ર કર્યા બાદ તેમને માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે. ત્યાર બાદ તેને ક્રશ કરીને ન્યુક્લિક એસિડ કાઢવામાં આવે છે અને RT-PCR ટેસ્ટ દ્વારા તેમાં CHPV છે કે નહીં તે તપાસવામાં આવે છે.
ADVERTISEMENT
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચાંદીપુરાના ટ્રાન્સમિશન ચક્રને સમજવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. સેન્ડફ્લાય ઉપરાંત મચ્છર, ટિક્સ અને માઇટ્સ પણ વાઈરસના સંભવિત વાહક તરીકે તપાસવામાં આવી રહ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં ઘરેલુ પશુઓ અને અન્ય પ્રાણીઓ પણ વાઈરસ જાળવી રાખવામાં ભૂમિકા ભજવે છે કે કેમ તે જાણવા માટે એનિમલ સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલના તબક્કે કોઈ એક ચોક્કસ વાહકને જવાબદાર ઠેરવવું વહેલું છે. 2024ના પ્રકોપમાં પણ કોઈ ચોક્કસ વાહક નિશ્ચિત થઈ શક્યો નહોતો.
ICGEB સાથે સંકળાયેલા ડૉ. સુજાતા સુનિલના મતે સંશોધકો સર્વેલન્સનો યોગ્ય સમય અને તેની ઊંડાઈ ચૂકી શકે છે. તેમના જણાવ્યા મુજબ માત્ર સેન્ડફ્લાય નહીં, પરંતુ તમામ સંભવિત વાહકો અને માનવ પ્રકોપો વચ્ચે વાઈરસ જાળવી રાખતા પ્રાણી સ્રોતો પર પણ નજર રાખવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર પ્રકોપ વખતે જ નહીં, પરંતુ દર વર્ષે જૂનથી ઑગસ્ટ દરમિયાન સતત સર્વેલન્સ થવું જોઈએ. મચ્છરોની સરખામણીમાં સેન્ડફ્લાયની સંખ્યા ઓછી હોવાથી અને CHPVનો ચેપ દર પણ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.