બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 15 ઓગસ્ટ પહેલાં મળ્યો મેઈલ, દિલ્હી હાઈકોર્ટ અને એરપોર્ટ સહિત 5 સ્થળને ઉડાવી દેવાની ધમકીથી હડકંપ
Last Updated: 04:31 PM, 14 August 2026
સ્વતંત્રતા દિવસની આગલી રાત્રે દિલ્હીમાં મોટો હડકંપ મચી ગયો છે. દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની એક દિવસ પહેલાં હાઈકોર્ટ, લાલ કિલ્લો, દિલ્હી મેટ્રો, IGI એરપોર્ટ સહિત અનેક મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકીવાળો ઈમેઈલ મોકલવામાં આવ્યો છે. આ બાબતની ફરિયાદ દિલ્હી પોલીસને કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દિલ્હી પોલીસના સંપર્કમાં છે. દિલ્હી હાઈકોર્ટને 15 ઓગસ્ટ પહેલાં ખાલિસ્તાનના નામે ધમકીવાળો ઈમેઈલ મોકલવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ ઈમેઈલમાં દિલ્હી હાઈકોર્ટમાં 15 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે 11 મિનિટે વિસ્ફોટનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 3 વાગ્યે 11 મિનિટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. ઈમેઈલમાં લખ્યું છે – “દિલ્હી બનશે ખાલિસ્તાન”. ધમકીવાળા મેસેજમાં દિલ્હી હાઈકોર્ટ સાથે દિલ્હી મેટ્રો અને અંબાલા જતી ટ્રેનોને પણ નિશાને લેવાની વાત કહેવામાં આવી છે. તેમાં બબ્બર ખાલસા (Parmar-Canada)નું નામ લખાયું છે.
ADVERTISEMENT
દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનના અધિકારીઓનું કહેવું છે કે, તેમને આ ધમકી નકલી હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ આ બાબતનો સામનો કરવા માટે તમામ સુરક્ષા પગલાં લઈ રહી છે.
15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી
ADVERTISEMENT
ગૃહ મંત્રી અમિત શાહ અને અદાલતોને લઈને પણ ધમકીવાળી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે પંજાબના જંડિયાલા ગુરુ સહિત અનેક અન્ય સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીવાળો ઈમેઈલ સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર છે. ઈમેઈલ અને તે મોકલનારની ઓળખ માટે તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
15 ઓગસ્ટના અવસરે પાંચ વધુ સ્થળોને બોમ્બની ધમકી મોકલવામાં આવી છે. તેમાં દિલ્હી હાઈકોર્ટ સાથે જામ નગર હાઉસ, ઝંડેવાલાન બિલ્ડિંગ, સાકેત ઓફિસ, DM દફ્તર, ટર્મિનલ 3 IGI અને SDM દફ્તર દિલ્હી કેન્ટ પણ સામેલ છે. સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર છે અને ફાયર ગાડીઓ મોકા પર હાજર છે. તેમ છતાં અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસ અને વહીવટીતંત્ર સાવધાનીની સ્થિતિમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.