બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોમનવેલ્થ અને ઓલિમ્પિકની યજમાનીથી ધમધમશે રિયલ એસ્ટેટનો ધંધો, આ વિસ્તારોમાં 5 નવી ફાઈવ-સ્ટાર હોટલની તૈયારી
Last Updated: 05:16 PM, 14 August 2026
2030 ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ના ઓલિમ્પિક્સની યજમાની માટે અમદાવાદની દાવેદારી વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં લક્ઝરી હોટલ્સનું નવું હબ વિકસતું જોવા મળી રહ્યું છે. એસ.જી. હાઇવે-એસપી રિંગ રોડ અને સિંધુ ભવન રોડ આસપાસ પાંચ નવી ફાઇવ-સ્ટાર હોટલ્સ શરૂ થવાની તૈયારી છે, જે શહેરના રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં વધતા રોકાણને દર્શાવે છે.
ADVERTISEMENT
પાંચ પૈકી બે હોટલ્સનાં બાંધકામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા રાજ્ય સરકાર પાસે હોટલ પોલિસી હેઠળ મંજૂરી માગવામાં આવી છે. અન્ય ત્રણના લેઆઉટ પ્લાન મંજૂરીની પ્રક્રિયામાં છે. રાજ થાળ બેન્ક્વેટ નજીક એસપી રિંગ રોડ સામે એક અને સિંધુ ભવન રોડ પર આનંદ નિકેતન વિદ્યાલય નજીક બીજી ફાઇવ-સ્ટાર હોટલનું બાંધકામ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત સિંધુ ભવન રોડ અને બાગબાન રોડ વચ્ચેના પટ્ટામાં વધુ એક ફાઇવ-સ્ટાર હોટલનું આયોજન છે. મંજૂરીની રાહ જોઈ રહેલા બે પ્રોજેક્ટમાં ટીપી સ્કીમ નં. ૨૧૫ના ફાઇનલ પ્લોટ નં. ૪૨, આંબલી, સિંધુ ભવન રોડ ખાતેનો એક ફાઇવ-સ્ટાર હોટલ પ્રોજેક્ટ સામેલ છે. બીજો પ્રોજેક્ટ ટીપી સ્કીમ નં. ૨૧૪ના ફાઇનલ પ્લોટ નં. ૪૫, સત્ત્વ વિકાસ સ્કૂલ સામે પ્રસ્તાવિત છે.
ઓલિમ્પિક તૈયારી સાથે હોસ્પિટાલિટીનો વિસ્તાર
ADVERTISEMENT
શહેરની સંભવિત ઓલિમ્પિક યજમાનીને ધ્યાનમાં રાખીને હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની પ્રક્રિયા પણ તેજ બની છે. જાન્યુઆરી, ૨૦૨૫માં એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ ૨૦૩૬ના ઓલિમ્પિક્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂક કરી હતી. આ પ્લાનમાં રોડ, બ્રિજ, પાણી પુરવઠો, ડ્રેનેજ અને સ્ટોર્મવોટર નેટવર્ક ઉપરાંત શહેરને ઇવેન્ટ માટે જરૂરી ફાઇવ-સ્ટાર હોટલ્સની સંખ્યાનું પણ મૂલ્યાંકન કરવામાં આવવાનું છે.
રાજ્ય સરકાર હાલની ૨૦૧૧ની હોટેલ પોલિસીના બદલે સુધારેલી હોટલ પોલિસી જાહેર કરે તેવી પણ અપેક્ષા છે. નવી નીતિમાં હોટલ પ્રોજેક્ટ્સ માટે ડેવલપર્સને પ્રોત્સાહન અને વધુ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ)ની મંજૂરી જેવા લાભો મળવાની શક્યતા છે.
ADVERTISEMENT
લક્ઝરી હોટલ્સનો આ વિસ્તાર માત્ર શહેરના પશ્ચિમ ભાગ પૂરતો સીમિત નથી. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ટાગોર હોલની પાછળ રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે ૨૦૦થી ૩૦૦ રૂમની ક્ષમતાવાળી ૧૬ માળની ફાઇવ-સ્ટાર હોટલનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર પણ વિકસાવવાનું છે.
આ સ્થળના ડેવલપમેન્ટ રાઇટ્સ વેચવા માટે ગયા વર્ષે RFP પણ બહાર પાડવામાં આવ્યો હતો. રિવરફ્રન્ટને કન્વેન્શન અને સાંસ્કૃતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટું કેન્દ્ર બનાવવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. ડિસેમ્બર 2025માં સ્ટેન્ડિંગ કમિટીએ રિવરફ્રન્ટના પાલડી વિસ્તારમાં રૂ. 792.5 કરોડના કન્વેન્શન, કલ્ચરલ એન્ડ બિઝનેસ સેન્ટર માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ "મારો દીકરો બીમાર છે, હોસ્પિટલ લઈ જવાનો છે!" પિતાએ પોલીસને જાણ કરી, પોલીસ પહોંચી તો થયો મોટો ખુલાસો!
આ રીતે CWG 2030 અને 2036 ઓલિમ્પિક્સની સંભવિત યજમાનીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ફાઇવ-સ્ટાર હોટેલ્સથી લઈને કન્વેન્શન સેન્ટર્સ સુધીના હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ ઝડપથી વધારવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.